તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
હજુ આફત ટળી નથીઃ મોરબી - સુ.નગર - રાજકોટ - અમદાવાદ - બોટાદ - ભાવનગરમાં ભારે વરસાદની વકી
કાલથી રાજયમાં વરસાદનું જોર ઘટશેઃ ૨૪ કલાક ભારે

નવી દિલ્હી તા.૨૩: ગુજરાતીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે કે કાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના છે, જોકે હજુ આગામી ૨૪ કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી યથાવત છે. હવામાનની આ સ્થિતિ વચ્ચે આજે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ અને ભાવનગર સહિત કુલ ૬ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, અમરેલી, જામનગર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જારી કરાયું છે.

આવતીકાલે એટલે કે ૨ ઓગસ્ટના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા અને વાવ-થરાદમાં યલો એલર્ટ રહેશે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.
ગુજરાતને અત્યાર સુધી ધમરોળનાર ડિપ્રેશનની સિસ્ટમ હવે પヘમિ-ઉત્તરપヘમિ તરફ આગળ વધીને દક્ષિણપૂર્વ રાજસ્થાન આસપાસ લો-પ્રેશર ક્ષેત્રમાં નબળી પડીને રાજસ્થાન તરફ ફંટાઈ ચૂકી છે.
દરમિયાન, આજે સવારથી જ મેઘરાજાએ પોતાનો પ્રકોપ ચાલુ રાખ્યો છે અને સવારે ૬ થી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં રાજ્યના ૨૦૦ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરના વઢવાણમાં ૬.૧૮ ઇંચ, ધાંગધ્રામાં ૬ ઇંચ, લખતરમાં ૪ ઇંચ અને મોરબીમાં ૪ ઇંચ જેટલો ખાબકેલો ભારે વરસાદ સામેલ છે.(૩૮
(2:55 PM IST)

છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 