<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

સીધા કરવેરાની વસુલાત ૧૬% વધી રૂા.૬.૫૧ લાખ કરોડને પાર

કોર્પોરેટ ટેક્‍સની વસુલાતમાં આવેલી તેજીના પરિણામે પ્રત્‍યેક કર વસૂલાતમાં જંગી વધારો

ચાલુ નાણાકીય વર્ષમાં ૧૩ જુલાઈ સુધી દેશની ચોખ્‍ખી સીધા કરવેરાની વસૂલાતમાં ૧૬.૪૦ ટકાનો વધારો નોંધાઈ ૬.૫૧ લાખ કરોડથી વધુ થઈ છે. આ વૃદ્ધિમાં મુખ્‍ય ફાળો કોર્પોરેટ ટેક્‍સ વસૂલાતમાં થયેલા નોંધપાત્ર વધારાનો રહ્યો છે.

૧૩ જુલાઈ સુધી ચોખ્‍ખી કોર્પોરેટ ટેક્‍સ વસૂલાતમાં ૨૨ ટકાનો વધારો થઈ તે ૨.૪૦ લાખ કરોડ સુધી પહોંચી છે. જ્‍યારે વ્‍યક્‍તિઓ, હિદુ અવિભાજિત કુટુંબો (HUF) અને ફર્મ્‍સ દ્વારા ચુકવવામાં આવતા કર સહિતના ચોખ્‍ખા બિન-કોર્પોરેટ કર (NCT)ની વસૂલાતમાં આશરે ૧૨ ટકાનો વધારો થઈ તે ૩.૮૪ લાખ કરોડથી વધુ થઈ છે. ઉપરાંત, સિક્‍યોરિટીઝ ટ્રાન્‍ઝેક્‍શન ટેક્‍સ (STT) ની વસૂલાતમાં ૪૮ ટકાનો વધારો થઈ તે ૨૬,૪૨૯ કરોડ થઈ છે. આ સમયગાળા દરમિયાન સરકારે ૧.૨૨ લાખ કરોડના ટેક્‍સ રિફંડ જારી કર્યા, જે ગયા વર્ષની સમાન અવધિની સરખામણીએ ૧૪.૫૭ ટકા વધુ છે. ગ્રોસ (કુલ) ધોરણે પ્રત્‍યક્ષ કર વસૂલાતમાં ૧૬.૧૧ ટકાનો વધારો થઈ તે ૭.૭૩ લાખ કરોડથી વધુ થઈ છે. તેમાં કોર્પોરેટ ટેક્‍સની વસૂલાત ૩.૩૫ લાખ કરોડથી વધુ અને બિન-કોર્પોરેટ ટેક્‍સની વસૂલાત આશરે ૪.૧૨ લાખ કરોડ રહી છે.

સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે પ્રત્‍યક્ષ કરમાંથી ૨૬.૯૭ લાખ કરોડની આવકનું લક્ષ્ય રાખ્‍યું છે, જે ૨૦૨૫-૨૬માં વસૂલાયેલા ૨૩.૪૦ લાખ કરોડની સરખામણીએ લગભગ ૧૫ ટકાનો વધારો દર્શાવે છે. ડેલોઇટ ઈન્‍ડિયાના પાર્ટનર રોહિતન સિધવાએ જણાવ્‍યું કે પ્રત્‍યક્ષ કરના આંકડાઓ પરથી એવું જણાય છે કે યુદ્ધ અથવા આર્થિક મંદીની અસર કોર્પોરેટ આવક પર ખાસ પડી નથી અને કંપનીઓનો નફો મોટા ભાગે સ્‍થિર રહ્યો છે. ઈવાય ઇન્‍ડિયાના ટેક્‍સ પાર્ટનર જયેશ સંઘવીએ જણાવ્‍યું કે વર્તમાન પ્રવૃત્તિમાં ખાસ નોંધપાત્ર બાબત એ છે કે, વ્‍યક્‍તિગત આવકવેરાની સરખામણીએ કોર્પોરેટ ટેક્‍સ વસૂલાતમાં વધુ ઝડપી વધારો થયો છે અને કંપનીઓ દ્વારા એડવાન્‍સ ટેક્‍સની ચૂકવણી પણ સારી રહી છે.

યુધ્‍ધની અસર વચ્‍ચે કોપોર્રેટ આવક સ્‍થિર રહી

ડેલોઇટ ઈન્‍ડિયાના પાર્ટનર રોહિતન સિધવાએ જણાવ્‍યું કે પ્રત્‍યક્ષ કરના આંકડાઓ પરથી એવું જણાય છે કે યુદ્ધ અથવા આર્થિક મંદીની અસર કોર્પોરેટ આવક પર ખાસ પડી નથી અને કંપનીઓનો નફો મોટા ભાગે સ્‍થિર રહ્યો છે. ઈવાય ઇન્‍ડિયાના ટેક્‍સ પાર્ટનર જયેશ સંઘવીએ જણાવ્‍યું કે વર્તમાન પ્રવૃત્તિમાં ખાસ નોંધપાત્ર બાબત એ છે કે, વ્‍યક્‍તિગત આવકવેરાની સરખામણીએ કોર્પોરેટ ટેક્‍સ વસૂલાતમાં વધુ ઝડપી વધારો થયો છે અને કંપનીઓ દ્વારા એડવાન્‍સ ટેક્‍સની ચૂકવણી પણ સારી રહી છે.

(9:51 AM IST)