તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
૨૦૨૬માં ડિરેક્ટ ટેક્સ કલેક્શન ૫ ટકા વધીને રૂ.૨૩.૪૦ લાખ કરોડ

નવી દિલ્હી તા.૫: વર્ષ ૨૦૨૫-૨૬માં સરકારનું નેટ ડાયરેક્ટ ટેક્સ (ચોખ્ખો પ્રત્યક્ષ વેરો) કલેક્શન ૫.૧૨ ટકા વધીને રૂ. ૨૩.૪૦ લાખ કરોડથી વધુ થયું છે, પરંતુ માર્ચ ૨૦૨૬ માં પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે નિર્ધારિત સુધારેલા બજેટ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં તે નિષ્ફળ રહ્યું છે.
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટેના સુધારેલા અંદાજમાં, સરકારે તેનું ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. ૨૪.૨૧ લાખ કરોડ રહેવાનું અનુમાન લગાવ્યું હતું. જેમાં રૂ. ૧૧.૦૯ લાખ કરોડનો કોર્પોરેટ ટેક્સ અને રૂ. ૧૩.૧૨ લાખ કરોડના વ્યક્તિગત આવકવેરા (STT સહિત) નો સમાવેશ થતો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર નેટ કોર્પોરેટ ટેક્સ રૂ. ૧૦.૯૯ લાખ કરોડ રહ્યો છે. વ્યક્તિગત આવકવેરો (STT સહિત) આશરે રૂ. ૧૨.૪૧ લાખ કરોડ રહ્યો. નાણાકીય વર્ષ ૨૦૨૬માં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન (કોર્પોરેટ અને નોન-કોર્પોરેટ ટેક્સ સહિત) રૂ. ૨૩.૪૦ લાખ કરોડ રહ્યું હતું, જે નાણાકીય વર્ષ ૨૦૨૫ માં એકત્ર કરાયેલા રૂ. ૨૨.૨૬ લાખ કરોડની સરખામણીએ ૫.૧૨ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. વર્ષ ૨૦૨૫-૨૬માં રિફંડ ઇશ્યુઅન્સ (પરત કરેલી રકમ) વાર્ષિક ધોરણે ૧.૦૯ ટકા ઘટીને રૂ. ૪.૭૧ લાખ કરોડ રહી હતી. તાજેતરમાં પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ દરમિયાન ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન (કુલ પ્રત્યક્ષ વેરો) અંદાજે રૂ. ૨૮.૧૨ લાખ કરોડ રહ્યું હતું, જે ૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષ કરતા ૪.૦૩ ટકા વધુ છે.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
