News of Sunday, 24th May 2026
ન્યાયતંત્રની ગરિમા સાથે ચેડાં સાંખી લેવાશે નહીં! 'કોકરોચ જનતા પાર્ટી' વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન : કોર્ટના નામે પ્રચાર કરવાનો ગંભીર આરોપ
અદાલતના મૌખિક અવલોકનો અને ટિપ્પણીઓનો સોશિયલ મીડિયા પર વ્યાપારી લાભ ખાટવા માટે દુરુપયોગ થતો હોવાની PIL: નકલી ડિગ્રીઓ સાથે વકીલાત કરતા કથિત વકીલોની સીબીઆઈ તપાસ કરાવવા દેશવ્યાપી માંગ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની પવિત્રતા અને ન્યાયિક પ્રણાલીની ગરિમાને ઠેસ પહોંચાડતા એક ચોંકાવનારા મામલામાં દિલ્હી સ્થિત સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. આ અરજી પોતાને રાજકીય સંગઠન ગણાવતી કથિત 'કોકરોચ જનતા પાર્ટી' વિરુદ્ધ કરવામાં આવી છે. પિટિશનમાં સંગઠન પર અત્યંત ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તે કોર્ટ સુનાવણી દરમિયાન ન્યાયાધીશો દ્વારા કરવામાં આવતી મૌખિક ટિપ્પણીઓ અને અવલોકનોનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટી રીતે પ્રચાર કરી રહ્યું છે. પોતાના રાજકીય એજન્ડા, વ્યાપારી નફા અને ડિજિટલ પ્રમોશન માટે કોર્ટના પવિત્ર પ્રતીકો અને શબ્દોનો ઉપયોગ કરીને આ સંગઠન સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરી રહ્યું હોવાનો આક્ષેપ કરાયો છે.
અરજીકર્તાએ કોર્ટ સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી છે કે, અદાલતી કાર્યવાહીનું આ પ્રકારે "વ્યાપારીકરણ" અને સસ્તા પ્રચારનું માધ્યમ બનાવવાની મંજૂરી આપી શકાય નહીં. આ પ્રકારની પ્રવૃત્તિઓથી દેશના બંધારણ અને કાયદાના શાસનની ગરિમા સામે મોટું જોખમ ઊભું થયું છે. આ PIL માં વધુ એક મોટો બોમ્બ ફોડતા, નકલી શૈક્ષણિક દસ્તાવેજો અને બોગસ ડિગ્રીઓના આધારે કાયદાના ક્ષેત્રમાં ઘૂસી ગયેલા કથિત 'નકલી વકીલો' ની કુંડળી ખોલવાની પણ માંગ કરવામાં આવી છે. અરજદારના મતે, આવા બિનઅધિકૃત અને નકલી વ્યક્તિઓ કાનૂની વ્યવસાયની ગરિમા રોળી રહ્યા છે અને ન્યાયતંત્રની વિશ્વસનીયતા પર કલંક લગાવી રહ્યા છે, જેની ઉચ્ચસ્તરીય તપાસ થવી અનિવાર્ય છે.
સમગ્ર કાનૂની જગતમાં હલચલ મચાવનારી આ અરજીમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવા માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ) જેવી કેન્દ્રીય એજન્સી દ્વારા નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ કરાવવાની દાદ માંગવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના નામે ચાલતી સોશિયલ મીડિયા ઝુંબેશો કાયદાકીય પ્રક્રિયાને કલંકિત કરી રહી હોવાથી આ મુદ્દો હવે દેશભરમાં કાનૂની અને જાહેર ચર્ચાનો મુખ્ય વિષય બની ગયો છે. હાલમાં સર્વોચ્ચ અદાલતમાં દાખલ થયેલી આ અરજીને સ્વીકારીને આગામી દિવસોમાં તેના પર કડક સુનાવણી હાથ ધરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. જો કોર્ટ આ મામલે કડક વલણ અપનાવશે, તો દેશભરની કાનૂની પ્રણાલીમાં એક મોટો શુદ્ધિકરણનો દોર શરૂ થઈ શકે છે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
