<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

ડિજિટલ યુગમાં ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રમાં ૪૬% મહિલા પાસે જ મોબાઈલ

લગભગ ૨૫% મહિલાએ શાળાનું પગથિયું ચડયું નથીઃ NFHS : ૩૮.૬ ટકા મહિલાઓ જ ૧૦ વર્ષ કે તેથી વધુનો અભ્‍યાસ પૂર્ણ કરી શકી

નવી દિલ્‍હી,તા.૨૫: મહિલા સશક્‍તિકરણના દાવા કાગળ પર જ સીમિત હોય તેવી સ્‍થિતિ છે, નેશનલ ફેમિલી હેલ્‍થ સર્વે-દના આંકડાઓમાં બહાર આવ્‍યું છે કે, ગુજરાતમાં સામાજિક સૂચકાંકોમાં મહિલાઓની સ્‍થિતિ ચિતાજનક છે. સર્વે અનુસાર ગુજરાતમાં દર ચારમાંથી એક મહિલા ક્‍યારેય શાળાએ ગઈ નથી, રાજ્‍યની લગભગ ૨૫ટકા મહિલાઓએ શાળાનું પગથિયું ચડ્‍યું નથી. ડિજિટલ યુગમાં મહિલાઓ ટેક્રોલોજીથી વંચિત છે. ગ્રામીણ વિસ્‍તારોમાં માત્ર ૪૯.૨ ટકા મહિલા પાસે જ મોબાઈલ છે.  ગુજરાતની માત્ર ૬૫.૭ ટકા મહિલાઓ જ ઈન્‍ટરનેટનો ઉપયોગ કરે છે, જે પૈકી ગામ્‍યમાં ૫૪.૩ ટકા છે. નેશનલ ફેમિલી હેલ્‍થ સર્વે પ્રમાણે ૩૮.૬ ટકા મહિલાઓ જ ૧૦ વર્ષ કે તેથી વધુનો અભ્‍યાસ પૂર્ણ કરી શકી છે, શહેરી અને ગ્રામીણ શિક્ષણમાં અસમાનતા જોવા મળી છે. શહેરી વિસ્‍તારોમાં ૫૧.૯ ટકા મહિલાઓએ ૧૦ વર્ષ કે તેથી વધુ અભ્‍યાસ કર્યો છે જ્‍યારે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ૨૮.૮ ટકા જ છે. રાજ્‍યની લગભગ ચોથા ભાગની મહિલાઓ ક્‍યારેય શાળાએ ગઈ નથી. સર્વે પ્રમાણે ગુજરાતના ગ્રામ્‍ય ક્ષેત્રમાં આજે પણ મહિલાઓ ટેક્રોલોજીથી વંચિત છે. ગ્રામીણ વિસ્‍તારોમાં ૪૬.૨ ટકા મહિલાઓ પાસે મોબાઈલ ફોન છે, સમગ્ર ગુજરાતમાં માત્ર ૫૮.૮ ટકા મહિલાઓ પાસે પોતાનો મોબાઈલ ફોન છે. 

 ગુજરાતની માત્ર ૬૫.૭ ટકા મહિલાઓ જ ઈન્‍ટરનેટનો ઉપયોગ કરે છે, જેમાં ગ્રામીણ મહિલાઓની સંખ્‍યા માત્ર ૫૪.૩ ટકા છે. આ તરફ રિપોર્ટને ટાંકી કોંગ્રેસનું કહેવું છે કે, લાખો મહિલાઓ શિક્ષણ, સરકારી સેવાઓ અને રોજગારીની તકો આપતી ડિજિટલ ઈકો સિસ્‍ટમથી સંપૂર્ણપણે બહાર છે. પાયાના સ્‍તરે મહિલા શિક્ષણ, આર્થિક માલિકી અને ડિજિટલ સમાનતા માટે નક્કર પગલાં ભરવા જરૂરી છે. તો જ ખરા અર્થમાં મહિલા સશક્‍તિકરણ થાય.

ગુજરાતમાં ૧૬ ટકા મહિલાઓ જ ઘર-જમીનની માલિક

નેશનલ ફેમિલી હેલ્‍થ સર્વે-૬ પ્રમાણે ગુજરાતમાં માત્ર ૧૬ ટકા મહિલાઓ જ ઘર કે જમીનની માલિકી ધરાવે છે, આમ નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહિલાઓને હજુ સમાન અધિકાર મળ્‍યો નથી. વિકાસનું સાચું માપદંડ એ છે કે, મહિલાઓ માટે કેટલી સમાન તકો અને સશક્‍તિકરણમાં પરિવર્તિત થાય છે, જોકે એક રીતે તેમાં નિષ્‍ફળતા મળી છે.

(10:05 AM IST)