તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
ડીઝલ અને એટીએફ પર વિન્ડફોલ ટેક્સમાં વધારો
ક્રૂડ ઓઇલના વધતા ભાવ વચ્ચે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો : પેટ્રોલ પર નિકાસ ડયુટી રૂ.૪ પ્રતિ લિટરથી ઘટાડીને રૂ.૨.૫ પ્રતિ લિટર કરવામાં આવીઃ ડીઝલ નિકાસ પર વિન્ડફોલ ટેક્સ રૂ.૮.૫ વધીને રૂ.૧૫.૫ થયોઃ એટીએફ નિકાસ પર લેવી રૂ.૭.૫ વધીને રૂ.૧૪.૫ પ્રતિ લિટર કરવામાં આવી

નવી દિલ્હી,તા.૧૬: પヘમિ એશિયામાં વધતા સંકટને કારણે ક્રૂડ ઓઇલના ભાવ ફરી એકવાર વધવા લાગ્યા છે. દરમિયાન, સરકારે ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફયુઅલ (ATF) ની નિકાસ પર વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો છે, જ્યારે પેટ્રોલ નિકાસ પરની લેવી ઘટાડી છે. આ ફેરફાર આજે, ૧૬ જુલાઈથી અમલમાં આવ્યો છે. વૈશ્વિક તેલ બજારમાં ઝડપી વધઘટ વચ્ચે વિન્ડફોલ ટેક્સમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. સરકાર દર ૧૫ દિવસે તેની સમીક્ષા કરે છે.
નાણા મંત્રાલયના એક સૂચના અનુસાર, પેટ્રોલ પરની નિકાસ ડ્યુટી રૂ.૪ પ્રતિ લિટરથી ઘટાડીને રૂ.૨.૫ પ્રતિ લિટર કરવામાં આવી છે. ડીઝલ નિકાસ પર વિન્ડફોલ ટેક્સ રૂ.૮.૫ પ્રતિ લિટરથી વધારીને રૂ.૧૫.૫ પ્રતિ લિટર કરવામાં આવ્યો છે, જ્યારે ATF નિકાસ પરની લેવી રૂ.૭.૫ પ્રતિ લિટરથી વધારીને રૂ.૧૪.૫ પ્રતિ લિટર કરવામાં આવી છે.
તાજેતરના દિવસોમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે. બ્રેન્ટ ક્રૂડ આજે ૦.૩૫ ટકા વધીને $૮૫.૨૫ પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. અમેરિકાએ ઈરાન પર નૌકાદળ નાકાબંધી ફરીથી લાદી છે, જેના કારણે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા તેલ પુરવઠા અંગે ચિતા વધી છે. ઈરાન યુદ્ધ પહેલા, વિશ્વના તેલનો આશરે ૨૦% હિસ્સો આ માર્ગેથી પસાર થતો હતો.
રશિયાથી થતી નિકાસ ઓછી થવાને કારણે અને પુરવઠામાં વિક્ષેપને કારણે ડીઝલ રિફાઇનિગ માર્જિનમાં વધારો થવાને કારણે ઇંધણ બજારો દબાણ હેઠળ રહ્યા હતા. ૧૧ જૂનના રોજ, સરકારે ઔદ્યોગિક, વાણિજ્યિક અને સંસ્થાકીય ગ્રાહકોને પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો હતો. સંગ્રહખોરી અને ડાયવર્ઝન અટકાવવા અને છૂટક ગ્રાહકો માટે પુરવઠો જાળવવા માટે આ કરવામાં આવ્યું હતું. જોકે, ૧ જુલાઈના રોજ આ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા હતા.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
