<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

દિયા મિર્ઝા વિડિયો વિવાદઃ બોમ્‍બે હાઇકોર્ટે શાસકોની ઝાટકણી કાઢીઃ BMCને વિડિયો ફરી અપલોડ કરવા આદેશ

રાજકારણીઓની સંકુચિત માનસિકતા અને સંપ્રદાયિક રંગ આપવાની વળત્તિ સામે કડક વલણ અપનાવતી કોર્ટ પર્યાવરણ અને જાહેર આરોગ્‍ય દરેક નાગરિક માટે સમાન હોવાનું મક્કમપણે ભારપૂર્વક જણાવ્‍યું

મુંબઈ, તા.૩: દિવાળીના તહેવાર દરમિયાન પ્રદૂષણ મુક્‍ત અને પર્યાવરણલક્ષી ઉજવણી માટે મુંબઈ મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જારી કરવામાં આવેલા બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાના જાગળતિ વિડિયોને સોશિયલ મીડિયા પરથી હટાવી લેવાના વિવાદમાં બોમ્‍બે હાઇકોર્ટે અત્‍યંત કડક વલણ અપનાવ્‍યું છે. હાઇકોર્ટે મહાનગર પાલિકાના આ પગલાં સામે ગંભીર અસંતોષ અને દુઃખ વ્‍યક્‍ત કરતા ગ્‍પ્‍ઘ્‍ને દિયા મિર્ઝાનો વિડિયો ત્‍વરિત ધોરણે તમામ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ્‍સ પર પુનઃ પોસ્‍ટ કરવાનો સ્‍પષ્ટ અને મક્કમ આદેશ આપ્‍યો છે. અદાલતે સખત શબ્‍દોમાં ઉમેર્યું કે પર્યાવરણ સંરક્ષણ જેવા મહત્‍વના વિષયને રાજકીય કે સાંપ્રદાયિક રંગ આપવાની આ કવાયત અત્‍યંત કમનસીબ અને આઘાતજનક છે.

સમગ્ર વિવાદની વિગત અનુસાર, BMC દ્વારા ચલાવવામાં આવી રહેલા ઇકો-ફ્રેન્‍ડલી દિવાળી અભિયાન હેઠળ દિયા મિર્ઝા, માધુરી દીક્ષિત, અજિંકય રહાણે અને નિશિગંધા વાડ જેવી જાણીતી હસ્‍તીઓના જાગળતિ વિડિયો તૈયાર કરવામાં આવ્‍યા હતા. આ વિડિયોમાં દિયા મિર્ઝાએ નાગરિકોને ફટાકડા ન ફોડવા અને અવાજ તથા વાયુ પ્રદૂષણ નિયંત્રિત રાખવા અપીલ કરી હતી. જોકે, મુંબઈ ભાજપના નેતા અમિત સાટમે સોશિયલ મીડિયા પર વિરોધ નોંધાવતા કહ્યું હતું કે દિવાળી કેવી રીતે ઉજવવી તે અંગે દિયા મિર્ઝા પાસેથી શિખામણ લેવાની જરૂર નથી. ત્‍યારબાદ મુંબઈના મેયર રીતુ તાવડેએ દિયા મિર્ઝા સામે આકરા પ્રહારો કરી તેમને હિન્‍દુ વિરોધી ગણાવી BMCના ભવિષ્‍યના કાર્યક્રમોમાંથી બ્‍લેકલિસ્‍ટ કરવાની જાહેરાત પણ કરી દીધી હતી. આ રાજકીય દબાણ સામે ઝૂકીને BMCએ અન્‍ય સેલિબ્રિટીઝના વિડિયો રાખીને માત્ર દિયા મિર્ઝાનો વિડિયો જ હટાવી લીધો હતો.

આ રાજકીય ખેંચતાણ બાદ મામલો બોમ્‍બે હાઇકોર્ટ સમક્ષ પહોંચતાં પીઠે રાજકારણીઓની ઝાટકણી કાઢી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્‍યું હતું કે, આ કેવો સંકુચિત માનસિક અભિગમ છે? મુંબઈ શહેર એકતા અને સામાજિક સદભાવનાથી ચાલે છે, જેને આવા વિવાદોથી ક્ષતિ પહોંચાડવી જોઈએ નહીં. જનહિત અને પર્યાવરણની વાત કરનારા નાગરિકો સામે આ પ્રકારની કાર્યવાહી અત્‍યંત ખેદજનક છે. પ્રદૂષણ એ કોઈ ધર્મ કે જાતિ જોઈને નથી ફેલાતું, દેશનો દરેક નાગરિક એક જ હવામાં શ્વાસ લે છે. દિયા મિર્ઝાએ પણ પોતાનો સ્‍પષ્ટ પક્ષ રજૂ કરતા જણાવ્‍યું હતું કે તેમણે યુએન એન્‍વાયર્નમેન્‍ટ ગુડવિલ એમ્‍બેસેડર તરીકે આ વિડિયો સંપૂર્ણપણે મફત અને જાહેર હિત માટે બનાવ્‍યો હતો. હાઇકોર્ટે તમામ દલીલો ધ્‍યાને લઈ તુરંત વિડિયો રી-અપલોડ કરવાનો આદેશ આપી વહીવટી તંત્રની ઝૂકેલી નીતિ સામે લાલ આંખ કરી છે.

(3:18 PM IST)