<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

ધનરાજ નથવાણીની રાજ્‍યસભા ઉમેદવારીથી ઉદ્યોગજગત અને રાજકારણ વચ્‍ચેના સંબંધો પર ફરી ચર્ચા તેજ બની

રાજ્‍યસભામાં પિતા-પુત્ર સાથે દેખાવાની સંભાવનાથી નથવાણી પરિવારની રાજકીય એન્‍ટ્રી વિશેષ ચર્ચામાં

નવી દિલ્‍હી, તા. પ :  સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશમાંથી  ધનરાજ નથવાણીને રાજ્‍યસભા માટે ઉમેદવાર બનાવતા ઉદ્યોગજગત અને રાજકારણ વચ્‍ચેના સંબંધો અંગે નવી ચર્ચા શરૂ થઈ છે. રિલાયન્‍સ ઇસ્‍ટ્રીઝમાં વરિષ્ઠ હોદ્દા પર રહેલા  ધનરાજ નથવાણી ચૂંટાશે તો તેમના પિતા  પરિમલ નથવાણી સાથે રાજ્‍યસભામાં એકસાથે હાજર રહેવાની અનોખી સ્‍થિતિ સર્જાશે.

અંગ્રેજી મેગેઝિનમાં પ્રસિદ્ધ અહેવાલ મુજબ ઉત્તર પ્રદેશમાંથી રાજ્‍યસભાની ચૂંટણી માટે સમાજવાદી પાર્ટીએ  ધનરાજ પરિમલભાઈ નથવાણીને ઉમેદવાર જાહેર કરતાં રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ છે. ધનરાજ નથવાણી પરંપરાગત રાજકારણી નથી. તેઓ કંપની જગતમાંથી આવે છે અને રિલાયન્‍સ ઇસ્‍ટ્રીઝમાં ગ્રુપ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તેમની સાથે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા રામ ગોપાલ યાદવને પણ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્‍યા છે.

ધનરાજ નથવાણીની ઉમેદવારીનું મહત્‍વ માત્ર એક વ્‍યક્‍તિના રાજકીય પ્રવેશ પૂરતું મર્યાદિત નથી. આ ઘટનાએ ફરી એકવાર એ પ્ર‘ ભો કર્યો છે કે ભારતના ઉદ્યોગજગતના અનુભવી લોકો રાજકારણ અને નીતિનિર્માણમાં કેટલા સક્રિય રીતે જોડાઈ શકે. દેશની અર્થવ્‍યવસ્‍થા, ર્જા સુરક્ષા, ઉત્‍પાદન, ટેક્રોલોજી, કળત્રિમ બુદ્ધિ, સેમીકક્‍ટર અને માળખાગત વિકાસ જેવા મુદ્દાઓ હવે શાસનના કેન્‍દ્રમાં છે.

આ ઉમેદવારીમાં એક વિશેષ પાસું એ પણ છે કે  ધનરાજ નથવાણી ચૂંટાય તો તેમના પિતા પરિમલભાઈ નથવાણી પણ રાજ્‍યસભામાં છે. પરિમલભાઈ હાલમાં ઝારખંડમાંથી રાજ્‍યસભાના સભ્‍ય છે અને આ તેમનો ચોથો કાર્યકાળ છે. ભારતીય રાજકારણમાં એક જ પરિવારના સભ્‍યો સંસદમાં સાથે હોવાના ઉદાહરણો અગાઉ પણ જોવા મળ્‍યા છે, પરંતુ નથવાણી પરિવારનો કેસ અલગ માનવામાં આવે છે, કારણ કે તેમની મુખ્‍ય ઓળખ ચૂંટણી રાજકારણ કરતાં ઉદ્યોગ, સંસ્‍થા નિર્માણ અને જાહેર જીવન સાથે જોડાયેલી રહી છે.

ભારતમાં ઉદ્યોગપતિઓનો સંસદમાં પ્રવેશ નવો નથી. કે. કે. બિરલા, રાહુલ બજાજ, વિજય માલ્‍યા, સુભાષ ચંદ્રા, વાય. એસ. ચૌધરી અને નવીન જિંદલ જેવા નામો સંસદ સાથે જોડાયેલા રહ્યા છે. તેમ છતાં ધનરાજ નથવાણીની ઉમેદવારીમાં એક અનોખું સંયોજન છે. તેઓ દેશના મોટા ઔદ્યોગિક જૂથ સાથે જોડાયેલા વરિષ્ઠ કાર્યકારી છે, તેમનો પરિવાર જાહેર જીવનમાં સક્રિય છે અને તેમને એક પ્રાદેશિક વિરોધ પક્ષે રાજ્‍યસભા માટે પસંદ કર્યા છે.

ધનરાજ નથવાણી રમતગમત, સંસ્‍કળતિ, શિક્ષણ, પર્યાવરણ અને સામાજિક પ્રવળત્તિઓ સાથે પણ જોડાયેલા રહ્યા છે. તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ બન્‍યા હતા અને ગુજરાત રાજ્‍ય ફૂટબોલ એસોસિએશન સાથે પણ જોડાયેલા છે. દ્વારકાધીશ મંદિરના વહીવટ અને વન્‍યજીવન તથા પર્યાવરણીય પહેલોમાં પણ તેઓ સંકળાયેલ રહ્યા છે.

રાજ્‍યસભાને પરંપરાગત રીતે એવા મંચ તરીકે જોવામાં આવે છે, જ્‍યાં જાહેર જીવન, કાયદો, શિક્ષણ, સંસ્‍કળતિ, ઉદ્યોગ અને પ્રશાસન જેવા વિવિધ ક્ષેત્રોના અનુભવી લોકોનું પ્રતિનિધિત્‍વ થઈ શકે. ધનરાજ નથવાણીની ઉમેદવારી એ દિશામાં એક વધુ ઉદાહરણ તરીકે જોવામાં આવી રહી છે. મૂળ પ્ર‘ એ છે કે ઉદ્યોગજગતનો અનુભવ લોકશાહી સંસ્‍થાઓમાં જાહેર હિત, પારદર્શિતા અને જવાબદારી સાથે કેવી રીતે ઉપયોગી બની શકે.

ભારત ઝડપથી વિકસતી અર્થવ્‍યવસ્‍થા તરીકે આગળ વધી રહ્યું છે. આવી સ્‍થિતિમાં સંપત્તિ સર્જનારા ઉદ્યોગજગત અને નીતિ બનાવનારી લોકશાહી સંસ્‍થાઓ વચ્‍ચે સંવાદ વધુ મજબૂત થાય, તો તે શાસન અને વિકાસ બંને માટે મહત્‍વપૂર્ણ બની શકે છે. ધનરાજ નથવાણીની રાજ્‍યસભા ઉમેદવારી આ જ મોટા પ્રશ્‍ને ફરી રાષ્‍ટ્રીય ચર્ચાના કેન્‍દ્રમાં લાવી છે

(1:16 PM IST)