તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Thursday, 14th May 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૫૬

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો. ૯૪ર૭ર પ૪ર૭૬
તમે કયારેય ધ્યાનપૂર્વક જોયું! ચોવીસ કલાક પસાર થઈ જાય છે - સવાર પડે છે, સાંજ પડે છે... અને તે રીતે આખું જીવન સમાપ્ત થઈ જાય છે! તમે લગભગ બેહોશીમાં જ જીવતા હો છો ラ બોલો છો, ઝઘડા કરો છો, પ્રેમ કરો છો, લગ્ન કરો છો અને ધન પણ કમાઈ લો છો. પરંતુ તમે કયારેય હોશપૂર્વક વિચાર્યું છે - શું તમે આમ જીવવા ઇચ્છતા હતા? શું તમારું આ જ પ્રયોજન હતું? તમે નિヘતિ ખભા ઉછાળીને કહેશોઃ ચોક્કસપણે ખબર નથી કે આ સંસારમાં શા માટે આવ્યા છીએ! નિヘતિપણે એ પણ ખબર નથી કે ラ ધન મેળવવું હતું કે નહીં? શું મેળવવાનું હતું અને શું ગુમાવવાનું હતું તેની પણ કોઈ ખબર નથી. શું ગુમાવ્યું, શું મેળવ્યું તેનો પણ કોઈ હિસાબ નથી. તમે ધક્કામુક્કીથી દોરવાતા રહ્યા. ભીડ જે તરફ જતી હતી તે તરફ તમે પણ ચાલવા લાગ્યા. (૩.૩)
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
