News of Thursday, 15th October 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૯૮

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
આ વાતને ખ્યાલમાં રાખજો- જેમનો મહેલની મોહ છૂટે છે, તેમની ઝૂંપડી સાથે મોંહ બંધાય છે, પરંતુ મોહ તો કાયમ જ રહે છે.
જેમનો ધન પ્રત્યેનો મોહ છૂટે છે, તેમની નિર્ધનતા સાથે મોહ બંધાય છે મોહ તો કાયમ જ રહે છે.
ધીર-પુરૂષ જે કંઇ હોય તેમાં સુખી રહે છે. મહેલ હોય તો મહેલમાં સુખી! અને જો કયારેક પર્વતની કંદરા હોય, તો તે પણ તેમને સ્વીકાર્ય છે, તેમાં પણ સુખી! મુકત-પુરૂષનો કોઇ પણ વસ્તુ માટે આગ્રહ હોતો નથી, તેમને જીવનનો સમગ્રરૂપેણ સ્વીકાર્ય કર્યો હોય છે. ન તો તેઓ મહેલનો ત્યાગ કરે છે, કે ન તો ઝૂંપડીની પસંદગી કરે છે.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
