News of Monday, 14th September 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૮૯

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
વિશિષ્ટ થવાનો મોહ તો અહંકારનો મોહ છે કે હું વિશિષ્ટ બનું હું કોઇ ખાસ વ્યકિત બનું તમે જીવનમાં હજારો રીતે એક જ ઉપાય કરો છો કે કઇ રીતે તમે સિધ્ધ કરો કે તમે વિશિષ્ટ છો. કોઇ ધન કમાઇને સિધ્ધ કરે છે કે પોતે અસાધારણ છે,પોતે વિશિષ્ટ છે.
વિશિષ્ટતાની દોટનો એક જ અર્થ છે- હજુ તમને સ્વયંને પરિચય થયો નથી. જેમને સ્વયંનો પરિચય થઇ ગયો તેમને એક વાત સ્પષ્ટપણે સમજાઇ ગઇ આ સંપૂર્ણ અસ્તિત્વ જ વિશિષ્ટ છે. અહી વિશિષ્ટ થવાની દોટ જ પાગલતા છે. અહીં સર્વ કંઇ અસામાન્ય છે, કારણ ક.ે સર્વ કંઇ પરમાત્માથી પરિપૂરિત છે.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
