News of Thursday, 23rd July 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૭૫

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો. ૯૪ર૭ર પ૪ર૭૬
સામાન્યતઃ મેં જોયું છે કે ધનવાન અવિકસિત રહી જાય છે. ધનવાનના જીવનની કળીઓ ખીલી નથી શકતી ધન માટે એક જ દિશામાં દોડવાને કારણે. ધનવાન લગભગ બીજી બધી દિશાઓ પ્રત્યે અંધ બની જાય છે. તેને દરેક વસ્તુમાં ધન જ દેખાય છે .
સાંસારિક વ્યકિત એવી વસ્તુની પાછળ દોડે છે જે યોગ્ય કોશિશ કરવાથી મળી શકે છે. ધનની પાછળ યોગ્ય રીતે દોડશો તો ધન પ્રાપ્ત થશે જ તે કામ કંઇ એવું મુશ્કેલ નથી. તમારાથી વધુ બુધ્ધુઓને મળ્યું છે. તો તમને ધન શા માટે ન મળે?
પરંતુ તમે જેને ધાર્મિક વ્યકિત કહો છો તે તો એવી વસ્તુની પાછળ દોડે છે, જે દોડવાથી મળતી જ નથી, તેમાં દોટ જ બાધા છે. જે માત્ર અટકી જવાથી જ મળે છે.
ીંસંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
