<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૧૦૨

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ 

પૂર્વમાં આપણે ધનનો આદર કયારેય નથી કર્યો. પૂર્વમાં આપણે સમાદર બીજી જ વાતોનો કર્યો છે બોધનો, સંન્‍યાસનો, ત્‍યાગનો! તેમનો પણ સમાદર કર્યો, જેમણે પોતાની દૃષ્‍ટિને ઉન્‍નત કરી. કમાણી કરવા યોગ્‍ય તો એક જ સંપતિ છે તે જે તમારા અંતરમાં છુપાયેલી છે.

તે જ છે પરમ ધન, તે જ છે પરમપદ!

તેને જો પ્રાપ્‍ત ન કરી શકો તો સમજજો તમે ભિખારીની જેમ જીવ્‍યા અને ભિખારીની જેમ મરશો!

તમે ભલે સફળતાના ગમે તેટલા સોપાન ચઢો, તમે ભલે ગમે તેટલા ઊંચા સ્‍થાન પર પહોંચી જાઓ, કે પછી ભલે તેમ અઢળક ધન એકઠું કરી લો...  પરંતુ જો તમે સ્‍વયંના માલિક નહી બનો તો તમે દરિદ્ર રહેવાના, દીન રહેવાના.જો તમે સ્‍વયંના માલિક બનશો, અને પછી ભલે તમારી પાસે કંઇ જ ન હોય તો પણ તમારી સમૃધ્‍ધિ અપૂર્વ છે. તમે સમ્રાટ છો!

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:39 AM IST)