તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૧૦૧

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
વિશ્રામપૂર્ણ થવું (relaxed) તે કંઇ નાની અમથી વાત થોડી જ છે! કે જયારે ઇચ્છા કરી ત્યારે વિશ્રામપૂર્ણ થઇ ગયા!
તેના માટે તો વ્યકિતના જીવનમાં એક તારતમ્ય હોવું જોઇએ.
દરેક વ્યકિત થોડી જ વિશ્રામપૂર્ણ થઇ શકે છે!
વિશ્રામપૂર્ણ થવું એ એક ગહન કલા છે. તે તમારામાં હોય તો જ તમે વિશ્રામપૂર્ણ થઇ શકો.
‘સ્વાસ્થ્ય' શબ્દ ખૂબ મહત્વપૂર્ણ છે. તેનો અર્થ થાય છે- તમે સ્વયંમાં સ્થિત છો.
અત્યારે તો તમે દોડી રહ્યા છો, તમે વિચલિત છો, ચ્યુત છો, કોઇ ધનની પાછળ દોડે છે- તે અસ્વસ્થ છે, રૂગ્ણ છે. કોઇ પદની પાછળ દોડે છે- તે અસ્વસ્થ છે, રૂગ્ણ છે. આ દોટ જેવી સમાપ્ત થઇ કે તમે સ્વયંમાં સ્થિત થયા. વિશ્રામપૂર્ણ થયા.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
