<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.

  સ્‍થળઃ   ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ  મો. ૯૪ર૭ર પ૪ર૭૬

ધન પોતાની રીતે કયારેય દુઃખદાયક નથી. જેમણે તમને કહ્યું છે કે - ધનમાં દુઃખ છે. તેઓ નિヘતિ  અબુધ હશે.  દુઃખ તમારામાં છે, દુઃખ તમારી મૂઢતામાં છે. તમને જો ધન પ્રાપ્‍ત થાય, તો જાણે તમને દુઃખી થવાનો અવસર મળ્‍યો. ધન ન હોય... દુખને ખરીદવા માટે સુવિધા તો હોવી જોઈએ ને! હું તમને કહું છું કે - ‘ધનમાં દુઃખ નથી, દુઃખ તમારી આદત છે.' આ મારા મૌલિક વિચારમાંનો એક આધારભૂત વિચાર છે. તમે આ વાતને બરાબર સમજી લેજો. તેથી હું તમને એમ નથી કહેતો કે - ધનથી ભાગી છૂટો. હું તમને કહેવા માગું છું કે - ધન તમને જાત-ઓળખનો અવસર આપે છે. લોકો માને છે કે સત્તા હાથમાં આવે, તો તે ભ્રષ્ટ કરે છે. હું કહું છું કે ラ તેઓ ખોટી વાત કરે છે. સત્તા કોઈને કઈ રીતે ભ્રષ્ટ કરી શકે? નહીં, વ્‍યક્‍તિ જો ભ્રષ્ટ હોય તો સત્તા તેને અવસર આપે છે. 

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:56 AM IST)