તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
પુરીના ગુંડિચા મંદિરમાં ભક્તિમય માહોલ: પ્રભુ જગન્નાથજીની રથયાત્રાના મુખ્ય પડાવ સમાન ‘અડપ બિજે’ વિધિ સંપન્ન
સાત દિવસ સુધી ભક્તો કરી શકશે જગત નાથના દર્શન: રથયાત્રાના ઉત્સવમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું, દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

પુરી: ઓડિશાના પવિત્ર યાત્રાધામ પુરીમાં અત્યારે ભક્તિનો અનોખો રંગ જામ્યો છે. રથયાત્રા મહોત્સવના સૌથી મહત્વપૂર્ણ અને આધ્યાત્મિક રીતે ગહન એવા ‘અડપ બિજે’ વિધિ ખૂબ જ ભવ્યતા અને ધાર્મિક પરંપરાઓ સાથે ગુંડિચા મંદિરમાં સંપન્ન થઈ છે. ભગવાન જગન્નાથ, તેમના અગ્રજ બલભદ્રજી અને દેવી સુભદ્રાજી હવે સાત દિવસ માટે ગુંડિચા મંદિરમાં બિરાજમાન થયા છે.
પુરીના મુખ્ય મંદિરથી નીકળ્યા બાદ, ત્રણેય રથોમાં સવાર થઈને પ્રભુ ગુંડિચા મંદિર પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદ વિધિવત રીતે ‘અડપ બિજે’ ની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. આ અવસરે રથયાત્રામાં જોડાયેલા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુંડિચા મંદિર ખાતે હવે આગામી એક સપ્તાહ સુધી ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપશે.
માન્યતા મુજબ, ગુંડિચા મંદિરને ભગવાનનું માસીનું ઘર માનવામાં આવે છે. આ સાત દિવસ દરમિયાન દેશના ખૂણે-ખૂણેથી અને વિદેશથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પુરી પહોંચી રહ્યા છે. ગુંડિચા મંદિરમાં ભગવાનના દર્શન કરવા એ ભક્તો માટે એક દુર્લભ લ્હાવો માનવામાં આવે છે. મંદિરમાં ભજન-કિર્તન અને જય જગન્નાથના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. પ્રશાસન દ્વારા ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને દર્શન વ્યવસ્થા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ રીતે પ્રભુના દર્શન કરી શકે.
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
