<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

૨૦૨૫-૨૬માં શિર્ડીના સાંઈબાબા મંદિરમાં ભાવિકોએ ૬૩૮ કરોડનું દાન કર્યુ

શિર્ડીમાં લાખોની સંખ્‍યામાં ભાવિકો દેશ-વિદેશથી દર્શન માટે આવતા હોય છે

શિર્ડી,તા.૧૭: શિર્ડીમાં લાખોની સંખ્‍યામાં ભાવિકો દેશ-વિદેશથી દર્શન માટે આવતા હોય છે. અનેક ભાવિકો સોના-ચાંદી અને મૂલ્‍યવાન વસ્‍તુઓ પણ દાનમાં આપતાં હોય છે. શ્રી સાંઈબાબા સંસ્‍થાન ટ્રસ્‍ટ શિર્ડીનો ૨૦૨૫-૨૬નો વાર્ષિક આવક-જાવકનો રિપોર્ટ સામે આવ્‍યો છે જેમાં ટ્રસ્‍ટની કુલ આવક ૬૪૮ કરોડ હોવાનું જણાવ્‍યું છે. જોકે ૨૦૨૪-'૨૫ કરતાં ઓછું દાન મળ્‍યું હોવાનું રિપોર્ટમાં સામે આવ્‍યું છે.

શ્રી સાંઈબાબા સંસ્‍થાની કુલ આવક

૨૦૨૫-૨૦૨૬માં     ૬૩૮ કરોડ

૨૦૨૪-૨૦૨૫માં    ૬૪૮ કરોડ

સોના-ચાંદીનું દાન ૨૦૨૫-૨૦૨૬     ૧૯ કરોડ

(૧૬ કિલો સોનું, ૧૯૭ કિલો ચાંદી)

૨૦૨૪-૨૦૨૫    ૧૩.૯૫ કરોડ

સર્વિસ હોસ્‍પિટલ અને અન્‍ય મકાનો માટે ૧૫ કરોડનું દાન આપવામાં આવ્‍યું છે.

સંસ્‍થાની કુલ ફિક્‍સ્‍ડ ડિપોઝિટ, સોનું અને ચાંદી

કુલ FD  ૩૬૦૩ કરોડ રૂપિયા

કુલ સોનું વજન - ૫૫૦ કિલો

કુલ ચાંદી - ૭૦૩૦ કિલો.(

(4:04 PM IST)