તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
મમતા બેનર્જીના નવ મંત્રીઓની કારમી હાર
ભાજપની લહેરમાં ગુમાવી સીટ

કોલકત્તા તા.૫: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬માં મમતા બેનર્જીના નવ મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો છે. મમતા બેનર્જી ૨૦૧૧ થી મુખ્યમંત્રી હતા અને તેમની સામે એંટી ઇનકંબેંસી જોવા મળતી હતી. તેમણે આનો સામનો કરવા માટે તમામ પ્રયાસો કર્યા, પરંતુ કંઈ કામ આવ્યું નહીં. મમતા બેનર્જી સરકારમાં મંત્રી રહેલા નવ નેતાઓને આ વખતે હારનો સામનો કરવો પડ્યો. પヘમિ બંગાળમાં બંને તબક્કામાં મતદાન ૯૦ ટકાથી વધુ થયું, જેનાથી રાજ્યમાં સૌથી વધુ મતદાનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.
ભાજપે મતદાન પછી જીતનો દાવો કર્યો હતો અને કહ્યુ હતુ કે લોકોએ ટીએમસીના વિરુદ્ધમાં ભારે મતદાન કર્યું છે. દરમિયાન ટીએમસીએ દાવો કર્યો કે લોકો તેમના મત ગુમાવવાના ડરથી મતદાન કરવા માટે તેમના ઘરોમાંથી બહાર આવ્યા હતા. જોકે જ્યારે પરિણામો આવ્યા ત્યારે એ સ્પષ્ટ થઈ ગયું કે બંગાળમાં સત્તા વિરોધી લહેરથી મતદાન થયું હતું.
મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શશી પાંજા શ્યામપુકુર વિધાનસભામાંથી હારી ગયા.
લાઇબ્રેરી મંત્રી સિદ્દીકુલ્લાહ ચૌધરી મંતેશ્વરથી હાર્યા.
નોર્થ બંગાળ ડેવલપમેંટ મંત્રી ઉદયન ગુહા દિનહાટા વિધાનસભા ક્ષેત્રથી હારી ગયા
નાણા રાજ્યમંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્ય દમદમ ઉત્તરમાંથી હારી ગયા.
શિક્ષણ મંત્રી બ્રત્ય બસુ દમદમમાંથી હારી ગયા.
ખાદ્ય મંત્રી રથિન ઘોષ મધ્યમગ્રામથી હારી ગયા.
ફાયર અને ઇમરજન્સી સર્વિસ મિનિસ્ટર સુજીત બસુ વિધાનનગર વિધાનસભા ક્ષેત્રમાંથી હાર્યા
પંચાયત અને ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી બેચરમ મન્ના સિગુરમાંથી હાર્યા
વન મંત્રી બિરબાહા હંસદા બિનપુર મતવિસ્તારમાંથી હારી ગયા.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
