તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Tuesday, 14th July 2026
વિદેશી કમાણી અને રોકાણની વિગતો હવેથી આપોઆપો જ ૨૬ એઆઈએસમાં દેખાશે
આવક છુપાવવા માટે કરદાતા દ્વારા કરવામાં આવતા પેંતરા સામે આઈટીની નજર : ભારત અને અન્ય ૮૦ જેટલા દેશો વચ્ચે કરેલા કરારને કારણે વિગતો મેળવવાનું સરળ થયું

મુંબઈ,તા.૧૪: વિદેશમાંથી થતી કમાણી અને વિદેશમાં કરવામાં આવેલા રોકાણની વિગતો કેટલાક કરદાતાઓ છુપાવતા હોય છે. જોકે હવેથી આવા કરદાતાઓને ઝડપી પાડવા માટે આઇટી વિભાગ સક્રિય બન્યું છે, કારણ કે હવેથી જે પણ કરદાતાએ વિદેશમાં રોકાણ કર્યું હોય અથવા તો વિદેશમાંથી કમાણી થતી હોય તેની વિગતો આપોઆપ જ ૨૬ એઆઈ એસ ફોર્મમાં જોવા મળવાની છે.
ભારત અને અન્ય દેશો વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. જેથી ભારતના કોઈ પણ કરદાતાએ આવા ૮૦ દેશોમાં રોકાણ કર્યું હોય તો તેની વિગતો આપોઆપ ઇન્કમટેક્સ વિભાગને મળી જતી હતી. જે વિગતોના આધારે આઇટી દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હતી, પરંતુ તેની વિગતો અત્યાર સુધીમાં ૨૬ એઆઈએસમાં દેખાતી નહોતી. તેના કારણે કેટલાક કિસ્સામાં કરદાતાઓ કાર્યવાહીથી બચી શકતા હતા. હવે જ્યારે ૨૬ એઆઈએસમાં જ આવી તમામ વિગતો દેખાવા માંડતા કરદાતા દ્વારા જ્યારે રિટર્ન ભરતી વખતે તે વિગતો દર્શાવી નહીં હોય તો તેને તાત્કાલિક જ નોટિસ મળી જવાની છે. જોકે ઈન્કમટેક્સ વિભાગે વિદેશમાં કરવામાં આવતા રોકાણ અને કમાણી પર નજર રાખવા માટે અલાયદું યુનિટ પણ બનાવ્યું છે. હવે તે યુનિટ પાસે આવતી વિગતો આઈટી પોર્ટલ પર જ અપલોડ કરી દેવામાં આવશે. તેના લીધે તમામને તેની જાણકારી સરળતાથી મળી રહેવાની છે. આ માટે ફક્ત પોર્ટલ પર કરદાતાનો પાનકાર્ડ નંબર નાંખતાની સાથે જ તમામ નાની વિગતો પોર્ટલ પર ૨૬ એઆઈ એસમાં જોવા મળવાની છે.
વર્ષે ૧૦ લાખ સુધીના દંડનો નિયમ
કરદાતા દ્વારા વિદેશમાં કરેલા રોકાણ તેમજ વિદેશી કમાણીની વિગતો છુપાવી હશે તો ઇન્કમટેક્સ વિભાગને તેની જાણકારી મળે તો દર વર્ષે ૧૦ લાખ રૂપિયા સુધીનો દંડ કરદાતા પાસેથી વસૂલાત કરવાનો નિયમ છે. જેથી કરદાતાએ આવી કોઇ પણ વિગતો છુપાવવાના બદલે આઇટી વિભાગને જાણ કરી દે તે જ તેઓ માટે સારું છે
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
