<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

UPIના ડંકા છતાં લોકોમાં રોકડનો ગાંડો ક્રેઝ

ભારતીય લોકોના હાથમાં અધધ રૂ.૪૩ લાખ કરોડની કેશ ‘‘કરન્‍સી ઈન સરક્‍યુલેશન'' રૂ.૪૨.૬૪ લાખ કરોડઃ કુલ કરન્‍સીમાં ૫૦૦ની નોટનો ૮૫ ટકા હિસ્‍સોઃ ઈ-રીટેઈલનું ચલણ ૮૮૮૫.૭૦ કરોડ રૂપિયા અને સિક્કાઓનું બજાર ૪૧,૬૪૪ કરોડ રૂપિયા રહ્યું

મુંબઈ,તા.૦૩ફ ડિજિટલ પેમેન્‍ટના આ યુગમાં, જ્‍યારે લોકો નાના કે મોટા દરેક ખર્ચ માટે પોતાના ફોનનો ઉપયોગ કરે છે, ત્‍યારે એક એવો આંકડા સામે આવ્‍યો છે જે દરેકને આヘર્યચકિત કરે છે. દેશમાં UPIનો ઉપયોગ રેકોર્ડ સ્‍તરે છે, છતાં રોકડનો ક્રેઝ હજુ પણ ઓછો થયો નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયાના એક સર્વેને ટાંકીને, મની કંટ્રોલે અહેવાલ આપ્‍યો છે કે જનતા પાસે રહેલી કુલ રોકડ, અથવા કરન્‍સી વિથ ધ પબ્‍લિક (CWP), લગભગ રૂ.૪૩ લાખ કરોડની સર્વોચ્‍ચ સપાટીએ પહોંચી ગઈ છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્‍ડિયા (RBI) દ્વારા ૨૬ જૂન ૨૦૨૬ના રોજ પૂરા થતા સપ્તાહના જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર, દેશમાં કુલ કરન્‍સી ઇન સર્ક્‍યુલેશન (ચલણમાં રહેલું કુલ નાણું) ૪૨,૬૪,૨ND૨ કરોડ રૂપિયા એટલે કે આશરે ૪૨.૬૪ લાખ કરોડ રૂપિયાના સ્‍તરે પહોંચી ગયું છે. આરબીઆઈના આ મહત્‍વના રિપોર્ટને ત્રણ અલગ-અલગ ભાગમાં વિભાજિત કરીને બજારમાં ફરતી નોટો, ડિજિટલ કરન્‍સી અને સિક્કાઓનું સંપૂર્ણ વિશ્‍લેષણ રજૂ કરવામાં આવ્‍યું છે. આ આંકડા દર્શાવે છે કે ભારતીય અર્થતંત્રમાં આજે પણ રોકડ નાણાંમાં ૫૦૦ રૂપિયાની નોટોનું વર્ચસ્‍વ સૌથી વધારે છે, જે કુલ ચલણના આશરે ૮૫ ટકા જેટલો હિસ્‍સો ધરાવે છે.

ભાગ-૧: બજારમાં ચલણી નોટોની સ્‍થિતિ (બેંકનોટ્‍સ ઇન સર્ક્‍યુલેશન) આરબીઆઈના ડેટા અનુસાર, દેશમાં વિવિધ મૂલ્‍યની બેંકનોટોનું કુલ મૂલ્‍ય 42,64,2ND2 કરોડ રૂપિયા છે, જેમાં કુલ ૧૭,૬૬,૪૬૭ લાખ નંગ (પીસ) નોટો બજારમાં ફરી રહી છે. અલગ-અલગ મૂલ્‍યની નોટોની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

૨ અને ૫ રૂપિયાની નોટો ૧,૧૦,૧૯૮ લાખ નંગ નોટો ચલણમાં છે, જેનું કુલ મૂલ્‍ય ૪,૨૩૧ કરોડ રૂપિયા થાય છે.

૧૦ રૂપિયાની નોટોઃ ૨,૮૦,૮૮૪ લાખ નંગ નોટો સાથે તેનું બજાર મૂલ્‍ય ૨૮,૦૮૮ કરોડ રૂપિયા છે.

૨૦ રૂપિયાની નોટોઃ ૧,૪૨,૯૭૬ લાખ નંગ નોટો ચલણમાં છે, જેનું મૂલ્‍ય ૨૮,NT5 કરોડ રૂપિયા થાય છે.

૫૦ રૂપિયાની નોટોઃ ૧,૧૧,૩૨૦ લાખ નંગ નોટો બજારમાં ફરી રહી છે, જેનું કુલ મૂલ્‍ય ૫૫,૬૬૦ કરોડ રૂપિયા છે.

૧૦૦ રૂપિયાની નોટોઃ ૨,૮૩,૮૧૦ લાખ નંગ નોટો સાથે તેનું કુલ મૂલ્‍ય ૨,૮૩,૮૧૦ કરોડ રૂપિયા નોંધાયું છે.

૨૦૦ રૂપિયાની નોટોઃ 1,08,8NT4 લાખ નંગ નોટો ચલણમાં છે, જેનું મૂલ્‍ય ૨,૧૭,૭૦૭ કરોડ રૂપિયા થાય છે.

૫૦૦ રૂપિયાની નોટોઃ બજારમાં સૌથી વધુ ૭,૨૮,૧૫૭ લાખ નંગ નોટો ફરી રહી છે, જેનું કુલ આર્થિક મૂલ્‍ય ૩૬,૪૦,૭૮૫ કરોડ રૂપિયા છે, જે કુલ કરન્‍સીના ૮૫ ટકા જેટલું થવા જાય છે.

૨૦૦૦ રૂપિયાની નોટોઃ ચલણમાંથી મોટાભાગે બહાર થઈ ચૂકેલી આ નોટોના માત્ર ૨૬૮ લાખ નંગ હજુ બજારમાં છે, જેનું મૂલ્‍ય ૫,૩૬૫ કરોડ રૂપિયા છે.

ભાગ-૨: ડિજિટલ કરન્‍સી (ફૂ-રૂપીઝ ઇન સર્ક્‍યુલેશન) રિઝર્વ બેંક દ્વારા શરૂ કરાયેલા ડિજિટલ ચલણ એટલે કે ઇ-રૂપીઝ (ez) ના આંકડા પણ જાહેર કરવામાં આવ્‍યા છે. ૨૬ જૂન ૨૦૨૬ના રોજ પૂરા થતા સપ્તાહ સુધીમાં દેશમાં કુલ ઇ-રિટેલ (e-Retail) ચલણ ૮૮,૫૩૧.૭૨ લાખ નંગ વોલ્‍યુમ સાથે ૮૮૫.૭૦ કરોડ રૂપિયા નોંધાયું છે, જ્‍યારે હોલસેલ ઇ-રૂપીઝ (e-Wholesale) નું ચલણ શૂન્‍ય (૦.૦૦) રહ્યું છે, જેથી કુલ ડિજિટલ કરન્‍સી (Total e) ૮૮૫.૭૦ કરોડ રૂપિયા થાય છે.

ઇ-રિટેલ કરન્‍સીનું મૂલ્‍યવાર વિભાજન આ પ્રમાણે છેઃ ૦.૫ રૂપિયા (૫૦ પૈસા): ૦.૨૨ લાખ નંગ ચલણ (મૂલ્‍ય શૂન્‍ય સમાન).

૧ રૂપિયોઃ ૮૮,૫૨૮.૯૬ લાખ નંગ ચલણ, જેનું મૂલ્‍ય ૮૮૫.૨૯ કરોડ રૂપિયા છે.

૨ રૂપિયાઃ ૦.૩૦ લાખ નંગ ચલણ, જેનું મૂલ્‍ય ૦.૦૧ કરોડ રૂપિયા છે.

૫ રૂપિયાઃ ૦.૨૦ લાખ નંગ ચલણ, જેનું મૂલ્‍ય ૦.૦૧ કરોડ રૂપિયા છે.

૧૦ રૂપિયાઃ ૦.૨૧ લાખ નંગ ચલણ, જેનું મૂલ્‍ય ૦.૦૨ કરોડ રૂપિયા છે.

૨૦ રૂપિયાઃ ૧.૮૨ લાખ નંગ ચલણ, જેનું મૂલ્‍ય ૦.૩૬ કરોડ રૂપિયા છે.

૫૦, ૧૦૦, ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાના મૂલ્‍યમાં ઇ-રિટેલનું ચલણ હાલ શૂન્‍ય (૦.૦૦) નોંધાયું છે.

ભાગ-૩: બજારમાં સિક્કાઓનું ચલણ (કોઇન્‍સ ઇન સર્ક્‍યુલેશન) દેશમાં નાના સિક્કાઓથી માંડીને ૨૦ રૂપિયાના સિક્કાઓનું કુલ બજાર મૂલ્‍ય ૪૧,૬૪૪ કરોડ રૂપિયા છે અને બજારમાં કુલ ૧૪,૪૪,૩૦૪ લાખ નંગ સિક્કાઓ ફરી રહ્યા છે. સિક્કાઓનું વિગતવાર વિશ્‍લેષણ નીચે મુજબ છેઃ

નાના સિક્કાઃ ૧,૪૭,૮૮૦ લાખ નંગ સિક્કા ચલણમાં છે, જેનું મૂલ્‍ય ૭૩૯ કરોડ રૂપિયા થાય છે.

૧ રૂપિયાના સિક્કાઃ સૌથી વધુ ૫,૫૧,૬૧૭ લાખ નંગ સિક્કા સાથે તેનું મૂલ્‍ય ૫,૫૧૬ કરોડ રૂપિયા છે.

૨ રૂપિયાના સિક્કાઃ ૩,૭૭,૦૮૦ લાખ નંગ સિક્કા ચલણમાં છે, જેનું મૂલ્‍ય ૭,૫૪૨ કરોડ રૂપિયા છે.

૫ રૂપિયાના સિક્કાઃ ૨,૩૪,૪૧૩ લાખ નંગ સિક્કા સાથે તેનું કુલ મૂલ્‍ય ૧૧,૭૨૧ કરોડ રૂપિયા થાય છે.

૧૦ રૂપિયાના સિક્કાઃ ૧,૦૫,૩૫૮ લાખ નંગ સિક્કા ચલણમાં છે, જેનું મૂલ્‍ય ૧૦,૫૩૬ કરોડ રૂપિયા છે.

૨૦ રૂપિયાના સિક્કાઃ ૨૭,૯૫૬ લાખ નંગ સિક્કા બજારમાં છે, જેનું કુલ મૂલ્‍ય ૫,૫૯૧ કરોડ રૂપિયા નોંધાયું છે.

આરબીઆઈએ અહેવાલમાં સ્‍પષ્ટતા કરી છે કે આ તમામ આંકડાઓમાં રાઉન્‍ડિંગ-ઓફ (સંખ્‍યાના સરવાળાને પૂર્ણાંકમાં ફેરવવા) ના કારણે કુલ સરવાળામાં નજીવો તફાવત જોવા મળી શકે છે. દેશના નાણાકીય માળખા પર નજર રાખતા નાણાં મંત્રાલય અને કેન્‍દ્રીય મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન પણ દેશમાં ડિજિટલ કરન્‍સીના વધી રહેલા વ્‍યાપ અને રોકડ નાણાંની સ્‍થિતિ અંગે સંતોષ વ્‍યક્‍ત કરી ચૂક્‍યા હોવાના અહેવાલો છે.

(4:02 PM IST)