News of Thursday, 26th November 2026
પહેલી પત્ની હોવા છતાં પ્રેમિકા લઈ આવ્યોઃ સાથે રહેવા માટે ૯ શરતો નક્કી કરી
આ તે કેવો પ્રેમ.... સંબંધ બાંધતા પહેલા ૯ શરતો સાથે લિવ-ઇન કરાર પર હસ્તાક્ષરઃ બાળકોના અધિકારો, ખર્ચ અને મિલકતથી લઈને બધું જ નક્કી

મુરાદાબાદઃ તા.૨૬: ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં લિવ-ઇનનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અમરોહાની એક મહિલાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર મુરાદાબાદના એક પુરુષ સાથે પ્રેમ થઈ ગયો. ત્યારબાદ તે મહિલાએ તેના પતિને છોડી દીધો અને તેના પરિણીત બોયફ્રેન્ડ સાથે રહેવા લાગી. બંનેએ ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પર તેમના સંબંધોને નોટરાઇઝ કર્યા છે. તેમાં સાથે રહેવા માટે નવ શરતોની યાદી આપવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાંથી લિવ ઈનનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અમરોહાની રહેવાસી એક મહિલાને મુરાદાબાદના યુવક સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પ્રેમ થઈ ગયો. પછી મહિલા પોતાના પતિને છોડી પરિણીત બોયફ્રેન્ડ સાથે રહેવા આવી ગઈ. બંનેએ ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પર પોતાના સંબંધની નોટરી પણ કરાવી છે. તેમાં સાથે રહેવા માટે ૯ શરતો બતાવી છે.
જાણકારી અનુસાર, અમરોહાની રહેવાસી ૨૩ વર્ષીય રોશની રાઘવ પહેલાથી પરિણીત છે. તેનું કહેવું છે કે તેનો પહેલો પતિ દારૂડિયો છે અને દરરોજ તેની સાથે મારપીટ કરે છે. આ જ ક્રમમાં રોશની ઈન્સ્ટાગ્રામ દ્વારા મુરાદાબાદના રહેવાસી અમિત કુમારના સંપર્કમાં આવી અને બંનેને પ્રેમ થઈ ગયો. પછી ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમ થયો અને હવે બંનેએ સાથે રહેવાનો નિર્ણય લીધો છે.
બંનેએ પોતાના આ સંબંધને ઔપચારિક રૂપ આપવા માટે ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર રીતસરનું કરારનામું પણ તૈયાર કરાવ્યું છે. જેમાં સાથે રહેવાથી લઈ ભવિષ્યની જવાબદારીઓ સુધીની કુલ ૯ શરતો લખી છે. આ મામલામાં એક રસપ્રદ પાસું એ પણ છે કે અમિત કુમાર પહેલાથી પરિણીત છે અને તેની પહેલી પત્ની અને તેના બંને સંતાનો પણ સાથે રહે છે. બંને દ્વારા તૈયાર કરેલું આ સ્ટેમ્પ પેપર પર હસ્તાક્ષર અને નોટરીના સિક્કા પણ લાગેલા છે.
અલગ અલગ રહેશે બંને મહિલાઓ જાણકારી અનુસાર, રોશની અમિતના ઘરે તો પહોંચી ગઈ છે, પણ અમિતની પહેલી પત્નીએ તેને સાથે રાખવાની ના પાડી દીધી. કહેવાય છે કે આવી સ્થિતિમાં રોશની ઘરમાં અમિતની પહેલી પત્નીથી અલગ રહેશે. જો કે, તેણે કરારનામાનો સ્વીકાર કર્યો છે કે અમિતની પહેલી પત્નીથી પેદા થયેલા બાળકો સાથે તે કોઈ ભેદભાવ કરશે નહીં.
સાથે રહેવાની સહમતિઃ બંને પક્ષોએ પોતાની મરજીથી એકબીજા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાનો સ્વીકાર કર્યો છે. સંતાનની માન્યતાઃ ભવિષ્યમાં બંનેથી પેદા થયેલા સંતાન દ્વિતીય પક્ષના માન્ય સંતાન માનવામાં આવશે.
સંપત્તિ અને ખર્ચની જવાબદારીઃ આ સંતાનનો દ્વિતીય પક્ષની ચલ અને અચલ સંપત્તિમાં પૂર્ણ અધિકાર હશે અને દ્વિતીય પક્ષ તેના ભરણ-પોષણ, શિક્ષણ, દવા તથા લગ્નનો બધો ખર્ચો ઉઠાવશે.
ડોકયુમેન્ટમાં પિતાનું નામઃ પેદા થયેલા સંતાનના આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે ડોકયુમેન્ટમાં દ્વિતીય પક્ષ પિતા તરીકે પોતાનું નામ નોંધાવશે.
પ્રથમ પક્ષનું કર્તવ્યઃ પ્રથમ પક્ષ લિવ-ઈન-રિલેશનશિપમાં સારી રીતે રહેશે, ફરિયાદનો મોકો નહીં મળે અને પોતાના કર્તવ્યોનું પાલન કરશે.
દ્વિતીય પક્ષનું કર્તવ્યઃ દ્વિતીય પક્ષ પ્રથમ પક્ષના ખર્ચા પૂરા કરશે, કોઈ પ્રકારનો માનસિક અથવા શારીરિક કષ્ટ નહીં આપે અને સુખ-સુવિધાઓનું ધ્યાન રાખશે.
પૂર્વ બાળકોની દેખરેખઃ પ્રથમ પક્ષ દ્વિતીય પક્ષની પૂર્વ પત્નીથી થયેલા સંતાનોની પોતાના જ બાળકોની માફક દેખરેખ તથા ભરણ-પોષણ કરશે.
પાલનપોષણ અને ફરિયાદ ન કરવીઃ બંને પક્ષકાર આ કરારનામાનું પાલન કરશે અને એકબીજાને ફરિયાદનો મોકો આપશે નહીં.
બહારના વ્યક્તિનો અધિકાર નહીં: બંને પક્ષ વચ્ચે થયેલા આ કરારમાં કોઈ અન્ય વ્યક્તિને વાંધો ઉઠાવવાનો કોઈ અધિકાર રહેશે નહીં.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
