તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
થાનગઢ તાલુકાની બનાવેલ ચળીયા ચોળીની માંગઃ કિંમત બે હજારથી શરૂ થઈને દસ હજાર સુધીની
ઝાલાવાડના પહેરવેશ જેવા કે કેડીયા, કાંબી, કોટી, ચણિયા ચોળીમાં દેશી ભરતકામ કરીને બનાવવામાં આવે છે

નવી દિલ્હી,તા.૧૦: થાનગઢ તાલુકાની બનાવેલ ચળીયા ચોળી માંગ; કિમત બે હજારથી શરૂ થઈને દસ હજાર સુધીની . સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાની બનાવેલ ચણીયા ચોળી તેમજ કોટીની નવરાત્રી દરમિયાન ખૂબ માંગ રહે છે. જેમાં ઝાલાવાડના પહેરવેશ જેવા કે કેડીયા, કાંબી, કોટી, ચણિયા ચોળીમાં દેશી ભરતકામ કરીને આ બનાવવામાં આવે છે. થાનગઢની દેશી ભરતકામ કરેલ અલગ અલગ ડિઝાઇનની ચણીયા ચોળી તેમજ કોટીની નવરાત્રી દરમિયાન માંગ વધુ રહે છે.
સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાની બનાવેલ ચણીયા ચોળી તેમજ કોટીની નવરાત્રી દરમિયાન ખૂબ માંગ રહે છે. જેમાં ઝાલાવાડના પહેરવેશ જેવા કે કેડીયા, કાંબી, કોટી, ચણિયા ચોળીમાં દેશી ભરતકામ કરીને આ બનાવવામાં આવે છે. થાનગઢની દેશી ભરતકામ કરેલ અલગ અલગ ડિઝાઇનની ચણીયા ચોળી તેમજ કોટીની નવરાત્રી દરમિયાન માંગ વધુ રહે છે. જેમાં કોટીની કિમત એક હજાર થી શરૂ થઈ ને પાંચ હજાર સુધીની હોય છે જ્યારે ચણિયા ચોળીની કિમત બે હજારથી શરૂ કરીને દસ હજાર સુધીની હોય છે.
રાજ્ય સહિત જિલ્લાઓમાં વાર અને તિથિઓનું અનોખું મહત્વ રહ્યું છે ત્યારે હાલ નવરાત્રીને ગણતરીના કલાકો બાકી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં બનેલ ચણીયા ચોલી તેમજ કોટીની બજારમાં ખૂબ માંગ વધી છે. નવરાત્રી પર્વની ઉજવણીમાં ખેલૈયાઓ પણ ચણીયા ચોળી તેમજ કોટી પહેરીને ગરબે ઘુમતા હોય છેં. ત્યારે થાનગઢના અમિતભાઇ પોતે દરજી છે અને પોતે ચણીયા ચોળી તેમજ કોટી બનાવીને તેનું વેચાણ કરે છે અને પોતે આવક મેળવી રહ્યા છે સાથે આ વ્યવસાય સાથે સંકળાયેલ લોકોને કામ આપીને રોજગારી પણ આપી રહ્યા છે.
ગુજરાતની અંદર નવરાત્રીનું મહત્વ અનેરું હોય છે તેમાં પણ ઝાલાવાડના પહેરવેશ જેવા કે કેડીયા, કાંબી, કોટી, ચણિયા ચોળીમાં દેશી ભરતકામ કરીને આ બનાવવામાં આવે છે. જેમાં કોટીની કિમત એક હજાર થી શરૂ થઈને પાંચ હજાર સુધીની હોય છે જ્યારે ચણિયા ચોળીની કિમત બે હજારથી શરૂ કરીને દસ હજાર સુધીની હોય છે આ કોટી તેમજ ચણીયા ચોળીની માંગ સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં રહે છે. આ ચણીયા ચોળી બનાવવા એક દિવસ થી લઈ ને પાંચ દિવસ જેટલો સમય લાગે છે વધુ ભરતકામ હોય તો દિવસ વધુ પણ લાગે છે. આમ થાનગઢ તાલુકામાં બનેલ ચણીયા ચોળી તેમજ અવનવી ડિઝાઇન અને ભરત ભરેલ, સ્ટોન લગાવેલ વિવિધ ખેલૈયાઓ પણ નવરાત્રી પૂર્વે ચણીયા ચોળી તેમજ કેડીઆ કોટીની ખરીદીમાં લાગી ગયા છે અને નવરાત્રીમાં ગરબે રમતા ખેલૈયાઓ ચણિયાચોળી, તેમજ કોટી, કેડીયા લેવાનું વધુ પસંદ કરે છે.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
