<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

સીમાંકન : ગુજરાતમાં ૩૯ સાંસદઃ ૨૭૩ ધારાસભ્‍યો થશે

ગુજરાતનો રાજકીય નકશો બદલાશેઃ શહેરી વિસ્‍તારની બેઠકો વધશેઃ જુની અમુક બેઠકોનું અસ્‍તિત્‍વ નાબુદ થશે : રાજ્‍યસભાની બેઠકો પણ વધશેઃ રાજકીય પક્ષોએ નવી વ્‍યૂહરચનાઓ ઘડવી પડશે

નવી દિલ્‍હીઃ તા.૨૮: કેન્‍દ્ર સરકાર દ્વારા નવા પરિસીમન અને મહિલા અનામત અધિનિયમ-૨૦૨૩ને લાગુ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. જે આ બંને લાગું થશે તો ગુજરાતનો રાજકીય નકશો પણ બદલી જશે. ગુજરાતમાં લોકસભાની હાલ ૨૬ બેઠક છે, જે વધીને ૩૯ થઈ જશે. જ્‍યારે વિધાનસભાની ૧૮૨ બેઠકનો આંકડો વધીને ૨૭૩ સુધી પહોંચી શકે છે. બંનેમાં થનારા આ ફેરફારના કારણે કેટલીક જૂની બેઠકો રદ થઈ જશે, જ્‍યારે કેટલીક નવી બેઠકો અસ્‍તિત્‍વમાં આવશે. આ ઉપરાંત વર્તમાન બેઠકોમાં સમાવિષ્ટ વિસ્‍તારોમાં પણ મોટાપાયે ફેરફારો થશે.

જાણકાર સૂત્રોના મતે આ નવા સીમાંકનના કારણે ગુજરાતમાં લોકસભાની હાલની ૨૬ બેઠકોમાં નવી ૧૩ બેઠકનો ઉમેરો થવાની શક્‍યતા છે. જ્‍યારે વિધાનસભાની ૧૮૨ બેઠકમાં નવી ૯૦ બેઠક ઉમેરાશે. કુલ બેઠકોમાં નવા અધિનિયમ હેઠળ ૧/૩ બેઠક મહિલાઓ માટે અનામત રહેશે. એટલે કે ગુજરાતમાં લોકસભામાં ૧૩ બેઠક અને વિધાનસભામાં ૯૧ બેઠક મહિલાઓ માટે અનામત રહેશે.

સાથે સાથે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અનામત બેઠકોમાં ફેરફાર થશે. ખાસ કરીને ગુજરાતના ચાર મહાનગર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં આ નવા પરિસીમન તથા મહિલા અનામતની અસરના મોટા ફેરફારો જોવા મળશે. રાજકીય ક્ષેત્રે મહિલાઓનું પ્રતિનિધિત્‍વ વધશે. અત્રે ઉલ્‍લેખનીય છે કે ગુજરાતની રાજ્‍યસભાની બેઠકોની સંખ્‍યા અત્‍યારે ૧૧ છે. તેમાં પણ વધારો થશે.

ગાંધીનગર, નવસારી, ખેડા, કચ્‍છ, જૂનાગઢ, પાટણ, સુરત, અમદાવાદ પヘમિ, સુરેન્‍દ્રનગર, ભાવનગર, વલસાડ, દાહોદ, અમરેલી, રાજકોટ, ભરૂચ, બનાસકાંઠા, બારડોલી, અમદાવાદ પૂર્વ, આણંદ, જામનગર, પોરબંદર, વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, છોટા ઉદેપુર, મહેસાણા.

નવા સીમાંકન અને મહિલા અનામત બિલના અમલીકરણને કારણે ગુજરાત વિધાનસભાની બેઠકોમાં અડધી સદી બાદ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આ ફેરફારોને પરિણામે વર્ષોથી સ્‍થાપિત થયેલા રાજકીય ગણિતમાં વ્‍યાપક પરિવર્તન આવશે, જેના કારણે તમામ રાજકીય પક્ષોએ પોતાની જૂની વ્‍યૂહનીતિ છોડીને નવેસરથી આયોજન કરવું પડશે. ખાસ કરીને જ્ઞાતિ-જાતિના સમીકરણો અને જે-તે વિસ્‍તારની ભૌગોલિક સ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને પક્ષોએ હવે નવી વ્‍યૂહનીતિ ઘડવી અનિવાર્ય બનશે.

કેન્‍દ્ર સરકાર દ્વારા નવા પરિસીમન અને મહિલા અનામત અધિનિયમ-૨૦૨૩ને લાગુ કરવાની કવાયતશરૂ કરવામાં આવી છે અને હાલ એવું સમજાય છે કે હવે તેને લાગુ કરાશે. આ લાગુ થશે તો ગુજરાતનો રાજકીય નકશો પણ બદલાશે. ગુજરાતમાં લોકસભાની હાલ ૨૬ બેઠક છે, જે વધીને ૩૯ થઈ જશે જ્‍યારે વિધાનસભાની ૧૮૨ બેઠકનો આંકડો વધીને ૨૭૩ સુધી પહોંચી શકે છે. બંનેમાં થનારા આ ફેરફારને કારણે કેટલીક જૂની બેઠકો રદ થઈ જશે જ્‍યારે કેટલીક નવી બેઠકો અસ્‍તિત્ત્વમાં આવશે, આ ઉપરાંત વર્તમાન બેઠકોમાં સમાવિષ્ટ વિસ્‍તારોમાં પણ મોટાપાયે ફેરફારો થશે.

સીમાંકન પ્રક્રિયા સાથે સંકળાયેલા જાણકારોના મતે નવી ઉમેરાનાર બેઠકોમાં ૩૩ ટકા મહિલા અનામત લાગુ થતાં લોકસભાની ૧૩ તેમજ વિધાનસભાની ૯૧ બેઠક મહિલાઓ માટે અનામત રહેશે. લોકસભા અને વિધાનસભાની સંખ્‍યા વધવા સાથે રાજ્‍યસભામાં પણ એ જ રીતે બેઠક વધશે. આની સાથોસાથ વર્તમાન અનુ. જનજાતિ અને અનુ.જાતિની બેઠકોમાં પણ સરેરાશ વધારો થશે. જોકે, આ સંખ્‍યા નવી વસતિ ગણતરીના આધારે થશે.

રાજ્‍યમાં ૨૦૨૬માં જ નવા નવ મહાનગરોની વિધિવત રચના કરાતા હાલ રાજ્‍યમાં કુલ ૧૭ મહાનગરપાલિકા કાર્યરત છે. આ જ રીતે નવી પાલિકાઓની રચના પણ સરકારે કરી છે. આ સંજોગોમાં નવા સીમાંકનમાં શહેરી બેઠકોમાં ૫૦થી ૬૦ બેઠકનો વધારો થશે. જિલ્‍લાવાર વિધાનસભા બેઠકોના સંભવિત નવી બેઠકોની રચના જોઈએ તો અમદાવાદ મહાનગર સાથે જિલ્‍લાની હાલની ૨૧ બેઠક વધીને ૨૯-૩૦ સુધી જઈ શકે છે. આ જ રીતે સુરત મહાનગર-જિલ્‍લાની ૧૬થી વધીને ૧૯થી ૨૦, વડોદરા જિલ્‍લામાં ૧૦થી ૧૧, બનાસકાંઠા જિલ્‍લામાં હવે નવો વાવ-થરાદ જિલ્‍લો ઉમેરાતા બન્ને મળીને ૮-૧૦ બેઠક થઇ શકે છે.(૪૧.૧૦)

(10:36 AM IST)