<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

દિલ્હીમાં મહિલા પત્રકાર સાથે છેડતીનો મામલો: ACP વિરુદ્ધ FIR માટે અલ્ટીમેટમ, કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાયો

CJPના સહ-સંયોજક સૌરભ દાસે દિલ્હી પોલીસને ચેતવણી આપી છે કે આરોપી અધિકારી વિરુદ્ધ કડક કાર્યવાહી ન થઈ તો પત્રકારો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે

નવી દિલ્હી : મહિલા પત્રકાર સાથે કથિત છેડતીના મામલે દિલ્હી પોલીસ અને એસીપી વિવેક ભગત વિરુદ્ધ સીજેપીના સહ-સંયોજક સૌરભ દાસે આક્રમક વલણ અપનાવતા દિલ્હી પોલીસને કડક ચેતવણી આપી છે કે જો નિર્ધારિત સમયમાં એફઆઈઆર દાખલ નહીં થાય તો પત્રકારો પોલીસ સ્ટેશન બહાર ધરણાં પર બેસી જશે.

સૌરભ દાસે દિલ્હી પોલીસ પર એસીપીનું રક્ષણ કરવાનો ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે પીડિત મહિલા પત્રકારો અને સમર્થકો દ્વારા માંગ કરવા છતાં પોલીસ એફઆઈઆર નોંધવામાં ટલ્લાબાજી કરી રહી છે અને પૂછ્યું હતું કે જાહેરમાં જાતીય હુમલો કરનાર ક્રૂર પુરુષને બચાવવા પાછળ પોલીસનો શું હેતુ છે.

આ મામલે સૌરભ દાસે સોમવારે બપોરે ૧૨ વાગ્યા સુધીનું અલ્ટીમેટમ આપતા સ્પષ્ટ કર્યું છે કે જો ત્યાં સુધી એફઆઈઆરની નકલ નહીં મળે તો તમામ પત્રકારો અને સમર્થકો ફરીથી એકઠા થઈને ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે અને પીડિતાને સંપૂર્ણ સમર્થન આપશે.

દરમિયાન, દિલ્હી પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર કેસને ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરી દીધો છે, જેથી કમલા માર્કેટમાં નિષ્પક્ષ તપાસ હાથ ધરીને આગળની કાનૂની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરી શકાય.

(11:18 AM IST)