<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

દિલ્‍હી હોટલ અગ્નિકાંડઃ અગ્રવાલ પરિવારના આઠ સભ્‍યના મૃત્‍યુ

પરિવાર એક વૃદ્ધ સભ્‍યની તબીબી સારવાર માટે દિલ્‍હી આવ્‍યો હતો

નવી દિલ્‍હી,તા.૪: દક્ષિણ દિલ્‍હીના માલવિયા નગર વિસ્‍તારમાં એક હોટલમાં લાગેલી ભીષણ આગના કારણે ૨૧ લોકોએ જીવ ગુમાવ્‍યો છે. આ મૃતકોમાં ગુરુગ્રામના રહેવાસી અગ્રવાલ પરિવારના આઠ સભ્‍યોનો પણ સમાવેશ થાય છે. આ  પરિવાર એક વૃદ્ધ સભ્‍યની તબીબી સારવાર માટે દિલ્‍હી આવ્‍યો હતો. રાધેશ્‍યામ અગ્રવાલને મેકસ હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા

આ અંગે મળતી માહિતી મુજબ  રાધેશ્‍યામ અગ્રવાલ ( ૮૦) વર્ષના છે. તેમને માલવિયા નગરની મેક્‍સ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. જ્‍યાં તેઓ ફેફસાં સંબંધિત બીમારીની સારવાર લઈ રહ્યા હતા. તેમની સંભાળ રાખવા માટે  પરિવારના સભ્‍યો હોસ્‍પિટલની નજીકમાં આવેલી એક હોટલમાં રોકાયા હતા.જેથી જરૂર પડ્‍યે તેઓ સરળતાથી આગળ-પાછળ જઈ શકે.

તેમજ આ દુર્ઘટના સમયે રાધેશ્‍યામ અગ્રવાલનો ૪૮ વર્ષીય પુત્ર વિવેક અગ્રવાલ, પુત્રવધૂ તર્જની અગ્રવાલ, પત્‍ની અને તેમની બે પૌત્રીઓ જીવીશા અને વાર્યા પણ  હોટલમાં હતા. તેમજ  એવું કહેવામાં આવ્‍યું છે કે આગ અને સિલિન્‍ડર વિસ્‍ફોટમાં આમાંથી કોઈ પણ વ્‍યક્‍તિ બચી શક્‍યું નથી. આ તમામને હોસ્‍પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્‍યા હતા.

દક્ષિણ દિલ્‍હીના માલવિયા નગરમાં એક હોટલમાં ભયાનક આગ લાગી હતી. જ્‍યારે અનેક પરિવારોએ પોતાના ગુમ પ્રિયજનોને શોધી રહ્યા છે. બચાવ અને ઓળખના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ તેમ ઘણા પરિવારો હોસ્‍પિટલોની બહાર ભેગા થવા લાગ્‍યા હતા અને પરિવારજનની જાણકારી મેળવી રહ્યા છે. એક વ્‍યક્‍તિ તેની પુત્રી અને બે પૌત્રીઓને શોધી રહ્યો હતો. તેણે કહ્યું કે પરિવારને તેમના જમાઈના મૃત્‍યુ વિશે જાણ કરવામાં આવી હતી,તેનો મૃતદેહ મળી આવ્‍યો હતો.

(10:27 AM IST)