News of Wednesday, 30th September 2026
મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરતી અરજી પર દિલ્હી હાઈકોર્ટે ઓલા, ઉબેર અને રેપિડોને નોટિસ ફટકારી
કોર્ટે કેન્દ્ર સરકાર અને એનસીઆરની રાજ્ય સરકારોને પણ નોટિસ ફટકારી :પક્ષકારોને તેમના જવાબો દાખલ કરવાનો નિર્દેશ આપ્યો

નવી દિલ્હી : મોબાઈલ એપ આધારિત કેબ સેવાઓમાં મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરતી અરજી પર દિલ્હી હાઈકોર્ટે ઓલા, ઉબેર અને રેપિડોને નોટિસ ફટકારી છે. કોર્ટે કેન્દ્ર સરકાર અને એનસીઆરની રાજ્ય સરકારોને પણ નોટિસ ફટકારી છે. દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયાધીશ તેજસ કારિયાની બનેલી બેન્ચે પક્ષકારોને તેમના જવાબો દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ન્યાયાધીશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે તેઓ આ મુદ્દા પર ટેક્સી ઓપરેટરોને જવાબદાર ઠેરવવા માંગે છે.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
