<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

કરિશ્મા કપૂરના બાળકોને દિલ્હી હાઈકોર્ટની મોટી રાહત: 30,000 કરોડની મિલકત મામલે સાવકી માતાના હાથ બંધાયા, કોર્ટે તમામ લેવડ-દેવડ પર લગાવી રોક

સંજય કપૂરના વિદેશી બેંક ખાતા અને ક્રિપ્ટોકરન્સી પર પણ હવે ‘નો એન્ટ્રી’; નકલી વસિયતનામું બનાવી મિલકત પચાવી પાડવાના આક્ષેપ વચ્ચે કોર્ટે બાળકોનું હિત સુરક્ષિત કર્યું

નવી દિલ્હી, તા.30: બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના બાળકો, પિતાની 30 હજાર કરોડની મિલકત અને નકલી વસિયતનો વિવાદ દેશના ટોચના ઉદ્યોગપતિઓમાં સ્થાન ધરાવતા સંજય કપૂરનું ગત વર્ષે જૂન મહિનામાં લંડનમાં નિધન થયું હતું. તેઓ પોતાની પાછળ આશરે₹30,000 કરોડની જંગી મિલકત છોડી ગયા છે. કરિશ્મા કપૂરના બાળકોએ હાઈકોર્ટમાં અરજી કરી આક્ષેપ કર્યો હતો કે,

બેંક એકાઉન્ટ અને ક્રિપ્ટોકરન્સી પણ થઈ ગઈ ‘ફ્રીઝ’

જસ્ટિસ જ્યોતિ સિંહની ખંડપીઠે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે સંજય કપૂરના તમામ બેંક ખાતા અને વિદેશમાં રહેલી ક્રિપ્ટોકરન્સી હોલ્ડિંગ્સ હાલમાં નિષ્ક્રિય રહેશે. કોર્ટે કહ્યું કે, "જ્યાં સુધી વસિયતની સત્યતા સાબિત ન થાય, ત્યાં સુધી મિલકતને કોઈને ટ્રાન્સફર કરી શકાશે નહીં." કોર્ટે એ પણ નોંધ્યું કે કરિશ્માના બાળકોએ પ્રથમ દૃષ્ટિએ પોતાનો પક્ષ મજબૂત રીતે રજૂ કર્યો છે, અને હવે વસિયત સાચી હોવાનું સાબિત કરવાની જવાબદારી પ્રિયા કપૂરના શિરે છે.

કપૂર પરિવારમાં ‘મિલકત જંગ’ ચરમસીમાએ

માત્ર બાળકો જ નહીં, પરંતુ સંજય કપૂરના 80 વર્ષીય માતા રાની કપૂરે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તેમણે ફેમિલી ટ્રસ્ટને જ બનાવટી દસ્તાવેજોના આધારે રચાયેલું ગણાવી તેને અમાન્ય જાહેર કરવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ટકોર કરતા કહ્યું હતું કે, "80 વર્ષની ઉંમરે લડવા કરતા મધ્યસ્થી (Mediation) નો રસ્તો અપનાવવો વધુ સારો છે." હાલમાં તો હાઈકોર્ટના આ ફેંસલાએ કરિશ્માના બાળકોના હક માટે મોટું કવચ પૂરું પાડ્યું છે.

(5:08 PM IST)