<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

દિલ્‍હી સરકારનો મોટો આદેશઃ સ્‍કૂલ-કોલેજ ઓનલાઈન અઠવાડીયામાં ૨ દિવસ ઘરેથી કામ કરશે કર્મચારીઓ

દિલ્‍હી સરકારે પ્રધાનમંત્રી મોદીની અપીલને લાગૂ કરવાનો નિર્ણય લીધો

નવી દિલ્‍હી તા.૧૫: દિલ્‍હી સરકારે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીની અપીલને લાગુ કરવાનો નિર્ણય લીધો છે. તેમાં રેખા સરકારના આદેશ અનુસાર, સ્‍કૂલ-કોલેજને ઓનલાઈન કરવાનો આદેશ જાહેર કર્યો છે.

હકીકતમાં જોઈએ તો, રેખા ગુપ્તા સરકારે વડાપ્રધાન મોદીની અપીલ પર પેટ્રોલ-ડીઝલના વપરાશ અને સંકટના નિવારણ માટે મોટું પગલું ભર્યું છે. મુખ્‍યમંત્રી રેખા ગુપ્તાએ મેરા ભારત, મેરા યોગદાન નામથી એક અભિયાનની ઘોષણા કરી છે. આ અભિયાનમાં કેટલાય મોટા અને ચોંકાવનારા પ્રશાસનિક ફેરફારોની ઘોષણા કરી છે. આ નિર્ણયની સીધી અસર દિલ્‍હીની સરકારી કાર્ય પદ્ધતિ, ટ્રાફિક અને સામાન્‍ય જનતાના રૂટિન પર પડશે.

સરકારી અને પ્રાઈવેટ ઓફિસોના ટાઈમિગમાં ફેરફાર સાથે જ અઠવાડિયામાં અમુક દિવસ ઘરેથી કામ કરવાની સલાહ આપવામાં આવી છે. તેમણે કોલેજ-સ્‍કૂલોને ઓનલાઈન મોડ પર ચલાવવાની અપીલ કરી છે. સાથે જ કોર્ટમાં પણ ઓનલાઈન સુનાવણી માટે આદેશ આપ્‍યા છે. સરકારનો મુખ્‍ય ફોકસ ઈંધણની બચત અને વીજળીના વપરાશને ઓછો કરવાનો છે.

નવો સમયઃ દિલ્‍હી સરકારની ઓફિસો હવે સવારે ૧૦.૩૦ વાગ્‍યાથી સાંજના ૭.૦૦ વાગ્‍યા સુધી ખુલી રહેશે. વળી એમસીડી ઓફિસોનો સમય સવારે ૭.૩૦ વાગ્‍યાથી સાંજના ૫.૦૦ વાગ્‍યા સુધી રહેશે.

વર્ક ફ્રોમ હોમઃ દિલ્‍હી સરકારના તમામ કર્મચારીઓ માટે અઠવાડીયામાં બે દિવસ વર્ક ફ્રોમ હોમ ફરજિયાત કરી દીધું છે. પ્રાઈવેટ કંપનીઓને પણ વર્ક ફ્રોમ હોમ લાગૂ કરવા માટે સરકાર તરફથી સમાન એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

મિટિંગો ઓનલાઈન જ થશેઃ સરકારની ૫૦ ટકા સત્તાવાર બેઠકો હવે ખાલી ઓનલાઈન દ્વારા જ આયોજીત કરવામાં આવશે.

મેટ્રો મંડે અને પબ્‍લિક ટ્રાંસપોર્ટને પ્રોત્‍સાહનઃ પેટ્રોલ-ડીઝલના વપરાશને ઘટાડવા માટે મુખ્‍યમંત્રીએ એક નવી પહેલ શરુ કરી છે. અઠવાડીયાના પહેલા દિવસે એટલે કે સોમવારે મેટ્રો મંડે ઘોષિત કર્યો છે. જ્‍યાં લોકોને મેટ્રોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે, જે સરકારી કર્મચારી ઓફિસ આવવા જવા માટે પબ્‍લિક ટ્રાંસપોર્ટનો ઉપયોગ કરશે. તેમને ટ્રાંસપોર્ટ અલાઉંસમાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવશે, સરકારી કોલોનિયોમાં કનેક્‍ટિવિટી સારી કરવા માટે ૨૯ કોલોનીમાં ૫૮ ફીડર બસો ચલાવવામાં આવશે.

નો વ્‍હીકલ ડે- જનતાને અપીલ કરવામાં આવી છે કે તે અઠવાડીયામાં કમસે કેમ એક દિવસ નો વ્‍હીકલ ડે મનાવે અને માલ સપ્‍લાય માટે ટ્રકોની જગ્‍યા ટ્રેનનો ઉપયોગ કરો.

વિદેશ યાત્રાઓ પર પ્રતિબંધઃ મુખ્‍યમંત્રી રેખા ગુપ્તાએ કડક નિર્દેશ આપ્‍યો છે કે આગામી એક વર્ષ સુધી દિલ્‍હી સરકારના કોઈ પણ મંત્રી અથવા અધિકારી કોઈ પણ સત્તાવાર વિદેશ યાત્રા પર નહીં જાય. સામાન્‍ય જનતાને પણ વિદેશ યાત્રા ઓછી કરવાની અપીલ કરવામાં આવી છે.

આગામી ૩ મહિના સુધી સરકાર દ્વારા આયોજિત થનારી તમામ મોટી ઈવેન્‍ટ્‍સ રદ રહેશે.

અધિકારીઓના પેટ્રોલ કોટામાં ૨૦ ટકા અને ડોમેસ્‍ટિક અલાઉંસમાં પણ ૨૦ ટકાનો કાપ મુક્‍યો છે.

આગામી ૬ મહિના સુધી સરકારના કોઈ પણ વિભાગમાં કોઈ નવા વાહનોની ખરીદી થશે નહીં. વાહનોનો ઉપયોગ ન્‍યૂનતમ જરુરિયાતોના હિસાબથી થશે.

(10:35 AM IST)