તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Sunday, 10th May 2026
દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી :બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી ગેજેટ્સનું કૌભાંડ : કરોલ બાગ અને મોતી નગરમાં દરોડા
OnePlus અને Realme જેવી બ્મોબાઈલ બ્રાન્ડ્સના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતી બે ફેક્ટરીઓ અને ગોડાઉનને સીલ: 8 અત્યાધુનિક મશીનો જપ્ત : બે મુખ્ય આરોપીઓની ધરપકડ

નવી દિલ્હી : દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં પ્રખ્યાત મોબાઈલ બ્રાન્ડ્સના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતી બે ફેક્ટરીઓ અને ગોડાઉનને સીલ કરવામાં આવ્યા છે. દિલ્હીના કરોલ બાગ અને મોતી નગર વિસ્તારમાં ચાલતા આ ગેરકાયદે નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, આરોપીઓ વનપ્લસ, ઓપ્પો અને રિયલમી જેવી નામાંકિત બ્રાન્ડ્સના ડબ્બા અને પેકેજિંગ મટીરિયલ આબેહૂબ તૈયાર કરતા હતા. આ નકલી પેકેજિંગમાં સસ્તો સામાન ભરીને ગ્રાહકોને અસલી તરીકે પધરાવી દેવામાં આવતો હતો. પોલીસની AGS યુનિટને બાતમી મળી હતી કે કરોલ બાગના રેગરપુરામાં બે ગોડાઉન કાર્યરત છે, જ્યાં આ નકલી બ્રાન્ડિંગનું કામ ચાલી રહ્યું હતું.
મોતી નગરમાં આવેલી પ્રિન્ટિંગ પ્રેસમાં આ કંપનીઓના લોગોવાળા બોક્સ તૈયાર કરવામાં આવતા હતા. પોલીસે આ કાર્યવાહીમાં 8 અત્યાધુનિક મશીનો જપ્ત કર્યા છે જેનો ઉપયોગ ગેરકાયદે પેકેજિંગ માટે થતો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે OnePlus અને Realme જેવી બ્રાન્ડ્સ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે, જેનો ફાયદો ઉઠાવી આ શખ્સો સામાન્ય જનતા સાથે છેતરપિંડી કરી રહ્યા હતા.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
