તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th September 2026
દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમર્જન્સી લેન્ડિંગ
પ્લેનમાં ટેકનિકલ ખામી સર્જાતા પાયલોટે સૂઝબુજ દાખવી રૂટ ડાયવર્ટ કર્યો

નવી દિલ્હીઃ આજે રવિવારે સવારે ભોપાલથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI1886 ને ટેકનિકલ સમસ્યાના અહેવાલ બાદ જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી. શરૂઆતની માહિતી અનુસાર, એન્જિનમાં ખામી હોવાના અહેવાલ મળ્યા બાદ પાયલટે વિમાનને દિલ્હીને બદલે જયપુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ ડાયવર્ટ કર્યું હતું. ત્યારબાદ વિમાનનું જયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.
વિમાન જયપુર પહોંચ્યા પછી, એરપોર્ટ પર જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી અને ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં રહેલા મુસાફરો અને ક્રૂની સ્થિતિ અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. ટેકનિકલ ખામીનું કારણ અને લેન્ડિંગ પછીની પરિસ્થિતિની તપાસ કરવામાં આવી રહી છે.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
