તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th August 2026
ભારતની સંરક્ષણ કંપનીઓ પાસે રૂ. પાંચ લાખ કરોડથી વધુના ઓર્ડર
૧૦૦ દેશ ભારત પાસેથી શસ્ત્રોની ખરીદી કરે છે : ભારતની સંરક્ષણ નિકાસ વધીને રૂ.૩૮,૪૨૪ કરોડને પારઃ દેશમાં પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારી વધવાનું અનુમાન

નવી દિલ્હી,તા.૧૧: કેન્દ્ર સરકારે સંરક્ષણ ખરીદીના કુલ બજેટના ૭૫ ટકા હિસ્સો દેશમાં ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે.તે મુજબ દર વર્ષે લગભગ બે લાખ કરોડના લશ્કરી સાધનોની ખરીદી થઈ રહી છે, સાથે ભારતે લશ્કરી સાધનોની નિકાશ વધારી રહ્યું છે.
સંરક્ષણ ક્ષેત્રે ભારત સતત આત્મનિર્ભર થઇ રહ્યું છે. દેશની જાહેર સંરક્ષણ કંપનીઓને સતત નવા ઓર્ડર મળી રહ્યાં છે.સંરક્ષણ મંત્રાલયના આંકડા અનુસાર પ્રથમવાર નવ સરકારી કંપનીઓ પાસે પાંચ લાખ કરોડથી વધુ ઓર્ડર બુક થઈ ચુક્યો છે.હવે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે આ , કંપનીઓ નવો ઓર્ડર લઈ શકવાની સ્થિતિમાં નથી.
આ માંગ વધવાના અનેક કારણો છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારે સંરક્ષણ ખરીદીના કુલ બજેટના ૭૫ ટકા હિસ્સો દેશમાં ખર્ચ કરવાનો નિર્ણય છે. આ ઉપરાંત સંરક્ષણ નિકાસમાં ભારે વધારો થયો છે. વર્તમાન સમયમાં લગભગ ૧૦૦ દેશ ભારત પાસેથી લશ્કરી સાધન સામગ્રી ખરીદી રહ્યાં છે.વર્ષ ૨૦૨૫- ૨૦૨૬માં ભારતની સંરક્ષણ નિકાસ વધીને ૩૮,૪૨૪ કરોડ થઈ ગયું છે.સેનાના ત્રણ દળો ઉપરાંત અર્ધસૈનિક દળો તેમજ પોલીસ વિભાગના આધુનિકરણના કારણે સંરક્ષણ સાધનોની ધરેલુ માંગ પણ વધી ગઇ છે.
સંરક્ષણ મંત્રાલયના અહેવાલ અનુસાર હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ પાસે સૌથી વધુ ૨,૬૦,૯૬૦ કરોડની ઓર્ડર બુક છે જ્યારે બીજા ક્રમે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ પાસે ૭૩,૪૦૦ કરોડનો ઓર્ડર છે.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
