<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

આજથી દીપોત્‍સવ : રમા એકાદશીની સાથે વાઘ બારસનો સુભગ સમન્‍વય

ઘરઆંગણે દીવો કરવાથી દરિદ્રતા ઘટે, વિષ્‍ણુજી-લક્ષ્મીજીની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ વધે

નવી દિલ્‍હી, તા. પ : આસોવદ એકાદશી-વાક્‌ બારસે (વાઘ બારસ)દીપોત્‍સવનો આનંદ-ઉલ્લાસના ઓઘ સાથે પ્રારંભ થશે. જે પ્રસંગે વિષ્‍ણુજી-લક્ષ્મીજીની શ્રદ્ધાભેર પૂજા-અર્ચન-ભક્‍તિ કરવાથી કરવાથી સુખ-સમળદ્ધિ વધે છે. ઘરઆંગણે દીવો પ્રગટાવવાથી દરિદ્રતા-નકારાત્‍મકતા દૂર થતી હોવાની માન્‍યતા છે.

આજે ગુરુવારે દીપોત્‍સવના પ્રારંભે ગૌવત્‍સ દ્વાદશી પણ ઉજવાશે. લક્ષ્મીજીનું જ નામ રમા હોઈ પૌરાણિક કાળથી રમા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. હિન્‍દુઓ આજે લક્ષ્મીપૂજન કરી તુલસી પાસે, ઘર આંગણે દીવો પ્રગટાવી આધ્‍યાત્‍મિક ઉત્‍સવનો પ્રારંભ કરશે. જે સાથે વેપારીઓ જૂના ચોપડાનો હિસાબ સરભર કરી નવા ચોપડાનો વિધિવત પ્રારંભ કરશે. ખાસ કરીને સનાતનીઓ ગૌ-પૂજા(ગાય-વાછરડા)ને તિલક કરી અડદ અને ચણાની વાનગી ખવડાવશે. જ્‍યોતિષાચાર્યના ઉલ્લેખ્‍યા મુજબ શુભ મુહૂર્ત સવારે ૬.૪૫થી ૧૦.૪૫, બપોરે ૧૨.૧૦થી ૧.૩૫ તેમજ સાંજે ૪.૩૦થી ૭.૩૦ કલાક સુધી છે. રમા એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં દરિદ્રતા આવતી નથી. વાણી એટલે વાક ચાતુર્યતાની દેવી ભગવતી સરસ્‍વતીનું પૂજન કરવાથી બાળકોને વાક ચાતુર્યતાની પ્રાપ્તિ થાય છે. આજે ગૌવત્‍સ દ્વાદશીએ ગાય-વાછરડાને ઘાસચારો, રોટલી, ગોળ, ઘી ખવડાવવાથી સંતાનોનું રક્ષણ થાય છે. ખાસ કરીને આજે લક્ષ્મીનારાયણના પૂજનનું માહત્‍મ્‍ય છે.

આજથી આનંદ ઉલ્લાસનો ઓઘ સર્જાશે

આજે રમા એકાદશીથી લાભપાંયમ સુધી દીપોત્‍સવ ઉજવાશે. દીપોત્‍સવના પ્રારંભ સાથે ઘર-ઓફિસ-બિઝનેસ હબ, ઐતિહાસિક-સરકારી ઇમારતોને રંગબેરંગી રોશનીથી ઝળાહળા કરાઇ છે. બજારોમાં દીવાળીની ખરીદી માટે ચહલ-પહલ વર્તાશે. જે સાથે દીવાળીને લગતા વ્‍યંજનો, ફટાકડા, મીઠાઇઓ, વષાો, પગરખા સહિત ઘર સુશોભનને લગતી સામગ્રી ખરીદાશે.

(2:52 PM IST)