તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
પાકિસ્તાનની કરાચી જેલમાં બંધ ગુજરાતના માછીમારનું મોત થતાં પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ
મૃતક બિજલભાઈ ભાલીયા મૂળ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોબ ગામના વતની :વર્ષ 2022થી પાકિસ્તાનની કરાચી જેલમાં કેદ હતા

પાકિસ્તાનની કરાચી જેલમાં બંધ ગુજરાતના માછીમારનું મોત થતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. મૃતક બિજલભાઈ ભાલીયા મૂળ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોબ ગામના વતની હતા. બિજલભાઈ વર્ષ 2022થી પાકિસ્તાનની કરાચી જેલમાં કેદ હતા. દરમિયાન તેમનું જેલમાં મોત થયું હતું. ત્યારબાદ વાઘા-અટારી બોર્ડર પર પાકિસ્તાની તંત્ર દ્વારા તેમનો મૃતદેહ ભારતને સોંપવામાં આવ્યો હતો.
મોરબી મત્સ્ય વિભાગના અધિકારીએ બિજલભાઈનો મૃતદેહ સ્વીકાર્યો હતો. હાલ મૃતદેહને તેમના વતન કોબ ગામે પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બિજલભાઈના મોતના સમાચાર મળતાં પરિવારજનોમાં શોક છવાયો છે. સ્થાનિક સ્તરે પણ પરિવારને સાંત્વના પાઠવવામાં આવી રહી છે.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
