<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

બંગાળની ખાડીનું ડીપ ડિપ્રેશન વધુ નજીક, આજે રાત્રે કાંઠે ટકરાશે

વાવાઝોડું બનવાની શક્‍યતા હાલ નથીઃ આંધ્ર-ઓડિશામાં અતિભારે વરસાદની ચેતવણી, દરિયો તોફાની બનવાની શક્‍યતા વિશાખાપટ્ટનમ-ગોપાલપુર વચ્‍ચે કાંઠો પાર કરશેઃ ૭૫ કિ.મી.ની તોફાની ઝડપે પવન ફૂંકાશે

નવી દિલ્‍હીઃ બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ્રેશન હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને સતત પヘમિ-ઉત્તરપヘમિ દિશામાં આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના તાજા અહેવાલ મુજબ ૨૨ સપ્‍ટેમ્‍બરની સાંજે આ સિસ્‍ટમ્‍સ આંધ્રપ્રદેશના કલિંગાપટ્ટનમથી આશરે ૧૪૦ કિ.મી., ઓડિશાના ગોપાલપુરથી ૧૫૦ કિ.મી., પુરીથી ૨૧૦ કિ.મી. અને વિશાખાપટ્ટનમથી ૨૨૦ કિ.મી. દૂર હતી. સિસ્‍ટમ આશરે ૭ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી હતી. 

હવામાન વિભાગે આગાહી કરી છે કે ડીપ ડિપ્રેશન ૨૩ સપ્‍ટેમ્‍બરની રાત્રે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના કાંઠા વચ્‍ચે વિશાખાપટ્ટનમ અને ગોપાલપુરની વચ્‍ચે, કલિંગાપટ્ટનમ નજીકથી કાંઠો પાર કરી શકે છે. હાલની સત્તાવાર આગાહી મુજબ આ તંત્રનું ચક્રવાતમાં રૂપાંતર થવાની શક્‍યતા નથી, એટલે સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ‘વાવાઝોડું આવશે'ની ચર્ચા વચ્‍ચે હાલ તેને ડીપ ડિપ્રેશન તરીકે જ જોવામાં આવી રહ્યું છે.

સિસ્‍ટમ્‍સની અસર સૌથી વધુ ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશામાં જોવા મળવાની શક્‍યતા છે. બંને રાજયોના કાંઠાના વિસ્‍તારોમાં ભારે વરસાદ સાથે કેટલાક સ્‍થળોએ અતિભારે વરસાદ પડી શકે છે. આંધ્રપ્રદેશમાં આજે ૨૩ સપ્‍ટેમ્‍બરે અતિભારે વરસાદની શક્‍યતા છે, જયારે ૨૪ સપ્‍ટેમ્‍બરે પણ ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી છે. 

ડીપ ડિપ્રેશનના કારણે દરિયામાં પણ સ્‍થિતિ ખરાબ બની શકે છે. હવામાન વિભાગના દરિયાઈ અહેવાલ મુજબ ઉત્તર આંધ્રના કાંઠે તોફાની પવન ફૂંકાઇ શકે છે.  દરિયો તોફાની બનશે, વિશાખાપટ્ટનમ, ગંગાવરમ, ભીમુનિપટ્ટનમ   કલિંગાપટ્ટનમ સહિતના બંદરો પર સાવચેતીના સંકેતો રાખવામાં આવ્‍યા છે. 

ઓડિશામાં પણ તંત્રની અસરથી ભારે વરસાદની સ્‍થિતિ સર્જાઈ છે. કેટલાક વિસ્‍તારોમાં અતિભારે વરસાદની ચેતવણીને પગલે સ્‍થાનિક તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. અનેક વિસ્‍તારોમાં પૂર જેવી સ્‍થિતિ ઊભી થવાની શક્‍યતા હોવાથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. 

આ સિસ્‍ટમ્‍સની અસર માત્ર દરિયાકાંઠાના વિસ્‍તારો પૂરતી મર્યાદિત રહેવાની નથી. તેલંગાણા, છત્તીસગઢ, પヘમિ બંગાળ, ઝારખંડ, બિહાર અને વિદર્ભ સહિત પૂર્વ અને મધ્‍ય ભારતના કેટલાક વિસ્‍તારોમાં પણ વરસાદી ગતિવિધિ વધવાની શક્‍યતા છે. કેટલાક વિસ્‍તારોમાં ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ પડી શકે છે. 

હાલનું સૌથી મહત્‍વનું અપડેટ એ છે કે બંગાળની ખાડીનું તંત્ર હવે ડીપ ડિપ્રેશનના સ્‍વરૂપમાં કાંઠા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે અને આજે રાત્રે કાંઠો પાર કરવાની સંભાવના છે. જોકે, ભારતીય હવામાન વિભાગની હાલની આગાહીમાં તેને ચક્રવાત તરીકે વર્ગીકૃત કરવામાં આવ્‍યું નથી.

(11:48 AM IST)