તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th April 2026
ઇઝરાયલ-લેબનોન યુદ્ધમાં મૃત્યુઆંક વધ્યો: ૪૧ દિવસમાં ૧૬૫ બાળકો અને ૨૪૮ મહિલાઓ સહિત ૨૦૨૦ નાગરિકોના મોત
ઇઝરાયલી હુમલાઓથી લેબનોનમાં હાહાકાર: ૬૪૩૬ લોકો ઘાયલ: માત્ર છેલ્લા ૨૪ કલાકમાં જ ૯૭ લોકો માર્યા ગયા: ૧૩૩ ઘાયલ

મિડલ ઈસ્ટમાં તણાવ સતત વધી રહ્યો છે. લેબનોનના આરોગ્ય મંત્રાલયના અહેવાલ મુજબ, ૨ માર્ચથી શરૂ થયેલા ઇઝરાયલી હવાઈ હુમલાઓમાં અત્યાર સુધીમાં ૨૦૨૦ લેબનાની નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ૬૪૩૬ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. લેબનોનના આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ૨ માર્ચથી ઇઝરાયલ દ્વારા કરવામાં આવતા સતત હવાઈ હુમલાઓને કારણે લેબનોનમાં ૨૦૨૦ નાગરિકોના મોત નીપજ્યા છે અને ૬૪૩૬ લોકો ઘાયલ થયા છે.
માત્ર છેલ્લા ૨૪ કલાકમાં જ ૯૭ લોકો માર્યા ગયા છે અને ૧૩૩ લોકો ઘાયલ થયા છે. આ હુમલાઓમાં ૧૬૫ બાળકો અને ૨૪૮ મહિલાઓનો પણ ભોગ લેવાયો છે.
ઇઝરાયલી સેનાએ દક્ષિણ લેબનોનના વિવિધ વિસ્તારોમાં ડ્રોન અને ફાઇટર જેટ્સ દ્વારા બોમ્બમારો ચાલુ રાખ્યો છે, જેના કારણે રહેણાંક મકાનો અને નાગરિક માળખાને ભારે નુકસાન પહોંચ્યું છે.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
