<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

નેપાળના હિમલુંગ હિમલ શિખર પર હિમસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 15 થયો: વધુ આઠ મૃતદેહ મળ્યા

મનાંગ જિલ્લાના નાર ફુ વિસ્તારમાં 7,126 મીટર ઊંચા હિમલુંગ હિમલ શિખરના બેઝ કેમ્પ પર હિમસ્ખલન થતા સપોર્ટ સ્ટાફ અને પર્વત માર્ગદર્શકો સહિત 16 લોકો તંબુઓમાં દટાઈ ગયા હતા.

નેપાળના હિમલુંગ હિમલ શિખર પર હિમસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 15 થયો છે. ગુરુવારે વધુ આઠ મૃતદેહ મળી આવ્યા હતા, જેના કારણે નેપાળના હિમલુંગ હિમલ શિખર પર હિમસ્ખલનમાં મૃત્યુઆંક 15 થયો છે, જ્યારે એક વ્યક્તિ ગુમ છે. રવિવારે, નેપાળના મનાંગ જિલ્લાના નાર ફુ વિસ્તારમાં 7,126 મીટર ઊંચા હિમલુંગ હિમલ શિખરના બેઝ કેમ્પ પર હિમસ્ખલન થયું હતું. સપોર્ટ સ્ટાફ અને પર્વત માર્ગદર્શકો સહિત 16 લોકો તંબુઓમાં દટાઈ ગયા હતા. નેપાળ નેશનલ માઉન્ટેન ગાઇડ્સ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે ગુરુવારે પર્વત પરથી આઠ મૃતદેહ મળી આવ્યા હતા.

(9:55 PM IST)