તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
૧૯૮૭માં મોતઃ ૨૦૦૧માં પુનર્જન્મઃ ૨૫ વર્ષનો યુવક ૮૫ વર્ષની ‘પત્ની'ના અંતિમ સંસ્કારમાં પહોંચ્યો
હરિયાણાના પલવલમાંથી પુનર્જન્મનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો : આ મહિલા અને હું પૂર્વજન્મમાં પતિ-પત્ની હતા ત્યારબાદ તેણે જે વાતો જણાવી તે જાણીને સૌ કોઈ ચોંકી ગયા

પલવલ તા.૨૮: પુનર્જન્મને લઈને અલગ-અલગ માન્યતાઓ જોવા મળે છે, પરંતુ હરિયાણાના પલવલમાંથી સામે આવેલી એક કહાનીએ લોકોને આヘર્યમાં મૂકી દીધા છે. અહીં ૨૫ વર્ષના એક યુવકે દાવો કર્યો છે કે, ૮૫ વર્ષની એક મહિલાની સાથે તેનો પાછલા જન્મમાં પતિ-પત્નીનો સંબંધ હતો. આકાશ નામનો આ યુવક હાલમાં શ્ભ્લ્ઘ્ની તૈયારી કરી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, ૮૫ વર્ષીય ચમેલી દેવીના અંતિમ સંસ્કાર દરમિયાન આકાશ ત્યાં પહોંચ્યો હતો. પરિવારના એક સભ્યે તેને મહિલાના નિધનની જાણ કરી હતી. આકાશે દાવો કર્યો કે તે પાછલા જન્મમાં ચમેલી દેવીનો પતિ હતો.
આ કહાનીની શરૂઆત ૧૮ જાન્યુઆરી ૧૯૮૭થી થતી હોવાનું જણાવવામાં આવે છે. મિત્રોલ ગામના માસ્ટર હીરાલાલ પોતાના મોટા પુત્ર જોગેન્દ્ર સિહ ચૌહાણ સાથે સાયકલ પર હોળ્ડથી ગામ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન એક બસે તેમની સાયકલને ટક્કર મારી હતી. અકસ્માતમાં માસ્ટર હીરાલાલનું મોત થયું હતું, જ્યારે ૧૭ વર્ષનો જોગેન્દ્ર ઘાયલ થયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ જ વ્યક્તિએ બાદમાં અન્ય જીવનમાં જન્મ લીધો હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
જોગેન્દ્ર સિહના જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૦૧માં તેમના પિતાએ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના બડેસરા ગામમાં દેવીસિહ ફૌજદારના ઘરે આકાશ તરીકે જન્મ લીધો હતો. પરિવારનું કહેવું છે કે, જ્યારે આકાશ માત્ર પાંચ વર્ષનો હતો ત્યારે તે તેમના ઘરે આવ્યો હતો અને પરિવાર સાથે જોડાયેલી અનેક વાતો જણાવી હતી. આકાશે પોતાના પાછલા જન્મમાં બે પુત્રો અને એક પુત્રી હોવાની વાત પણ કરી હોવાનું તેના વર્તમાન પિતા દેવીસિહે જણાવ્યું છે. તેણે પાછલા જન્મમાં પોતાના ઘર અને પરિવાર વિશે પણ માહિતી આપી હતી.
આકાશની વાત સાંભળીને તેના નવા જીવનના પિતા દેવીસિહ તેના જૂના ઘરે પહોંચ્યા હતા. જ્યાં આકાશે કહેલી બધી વાતો સાચી પડી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. જે પછી આકાશના કથિત પૂર્વજીવનના પુત્ર જોગેન્દ્ર સિહે તેને પિતા તરીકે સ્વીકારી લીધા હતા અને તેની સાથે સંબંધ જાળવી રાખ્યો હતો. એટલું જ નહીં, તેમણે આકાશના શિક્ષણનો ખર્ચ પણ ઉઠાવ્યો અને તેને આર્થિક મદદ કરી હતી.
હાલમાં આકાશ શ્ભ્લ્ઘ્ની તૈયારી કરી રહ્યો છે. આ સમગ્ર મામલો પુનર્જન્મની માન્યતા અને માનવીની યાદશક્તિને લઈને ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ માહિતી વિવિધ અહેવાલો અને સ્થાનિકોના દાવાઓ પર આધારિત છે
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
