<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

દાઉદના ડ્રગ નેટવર્કનો સાગરીત સલીમ ડોલા ટર્કીમાં ઝડપાયો

મુંબઇ,તા.૨૭: એક મોટી કાર્યવાહીમાં અન્‍ડરવર્લ્‍ડ ડોન દાઉદ ઇબ્રાહિમના જાણીતા સહયોગી સલીમ ડોલાને ઇસ્‍તાંબુલમાં ટર્કીના અધિકારીઓ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્‍યો હતો.

સલીમ ડોલા પર આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકિગ નેટવર્કમાં સામેલ હોવાનો આરોપ છે અને છેલ્‍લા કેટલાક સમયથી તે આ એજન્‍સીઓના રડાર પર હતો. ટર્કીના નેશનલ ઇન્‍ટેલિજન્‍સ ઑર્ગેનાઇઝેશન અને પોલીસ દ્વારા સંયુક્‍ત કાર્યવાહી દરમ્‍યાન આ ડેવલપમેન્‍ટ થયું હતું. આ કાર્યવાહી ભારતીય અન્‍ડરવર્લ્‍ડ ડોન દાઉદ ઇબ્રાહિમના સિન્‍થેટિક ડ્રગ નેટવર્કને ટાર્ગેટ કરીને કરાઈ હતી. સલીમ ડોલા ઇન્‍ટરપોલ દ્વારા વોન્‍ટેડ હતો. તે ધરપકડથી બચવા માટે નકલી દસ્‍તાવેજો અને ખોટી ઓળખનો ઉપયોગ કરતો હતો અને નાસતો ફરતો રહેતો હતો.

(10:44 AM IST)