News of Thursday, 14th May 2026
સોનાના દૈનિક વેપારમાં ૧૪૦૦ કરોડ રૂપિયાનો તોતિંગ ઘટાડો
ચાર દિવસમાં સોનામાં જ્યાં ૪૨૦૦ કરોડ રૂપિયાનો વ્યાપાર હતો એ હવે ૨૦૦૦-૨૫૦૦ કરોડ સુધી આવીને અટક્યો છે : સોનું ખરીદનારા કે સોનામાં રોકાણ કરનારા લોકો હવે સોનાથી દૂર ભાગી રહ્યા છે. સોનું લેવાનું ટાળી રહ્યા છે

મુંબઈ,તા.૧૪: કેન્દ્ર સરકારે સોનાચાંદી પર ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો કરતા સોનાની કિમત સાતમા આસમાને પહોંચી રહી છે. પરિણામ એ આવી રહ્યું છે કે, સોનું ખરીદનારા કે સોનામાં રોકાણ કરનારા લોકો હવે સોનાથી દૂર ભાગી રહ્યા છે. સોનું લેવાનું ટાળી રહ્યા છે. મુંબઈના ઝવેરી બજારમાં સોનાના વ્યાપારમાં એકાએક ઘટાડો થયો છે. વડા પ્રધાન મોદીની અપીલ બાદ દૈનિક વ્યાપાર ૧૪૦૦ કરોડથી ઘટીને અડધો થઈ ગયો છે. છેલ્લા ચાર દિવસમાં સોનામાં જ્યાં ૪૨૦૦ કરોડ રૂપિયાનો વ્યાપાર હતો એ હવે ૨૦૦૦-૨૫૦૦ કરોડ સુધી આવીને અટક્યો છે.
મુંબઈના ઝવેરી બજારમાં સોનાની ચમક થોડી ફિક્કી પડી રહી છે. જ્યાં સવાર કરોડો રૂપિયાના સોદાથી થઈ હતી ત્યાં સ્મશાન જેવી અણધારી શાંતિ છે, જે માર્કેટની શેરીઓમાં દૈનિક ધોરણે ૧૪૦૦ કરોડ કરોડ રૂપિયાનું સોનું વેચાતું એ વેપાર એકાએક ઘટી ગયો છે. વડા પ્રધાન મોદીની અપીલ માનો કે વધતી જતી કિમતની અસર દેશના સૌથી મોટા ગોલ્ડ માર્કેટમાં રોનક ધીમે ધીમે ખોવાઈ રહી છે. આ કોઈ અસ્થાયી ઘટાડો છે કે, માર્કેટમાં કોઈ મોટી ચહલપહલના એંધાણ એ હજુ સ્પષ્ટ થતું નથી. છેલ્લા ૪ દિવસમાં જ્યાં ૪૨૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ થતો ત્યાં હવે આ આંકડો ૨૦૦૦-૨૫૦૦ સુધી આવીને અટક્યો છે.
ગોલ્ડ પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારી દેવામાં આવી છે. આ કારણે સોનાની કિમતમાં સતત વધારો થઈ રહ્યો છે. આના કારણે સોનું ખરીદનારા અને રોકાણ કરનારા સોનામાં કંઈક કરવાનું ટાળી રહ્યા છે. મુંબઈ બુલિયન એસો. આગામી ૨ દિવસ માટે ઘટાડા સંબંધિત કેટલાક આંકડા જાહેર કરી શકે છે. ગોલ્ડની માર્કેટમાં એકાએક ઘટાડા પાછળ બે કારણો જવાબદાર હોઈ શકે છે. એક કારણ વડા પ્રધાન મોદીની અપીલ. આ અપીલથી રોકાણકારો અને સામાન્ય ખરીદી કરનારા લોકો પર સીધી અસર થઈ છે. જ્યારે દેશનું નેતૃત્વ આર્થિક પ્રાથમિકતામાં ફેરફારની વાત કરે છે ત્યારે માર્કેટમાં એની સીધી અસર થાય છે. બીજું મોટું કારણ ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો છે. સોનાની આયાત હવે મોંઘી પડી રહી છે. આ કારણે તૈયાર સોના કે ઘરેણાંની કિમતમાં વધારો થયો છે.આ ભાવ વધારો દરેક દેશવાસીઓના ખિસ્સાને પોસાય એમ નથી.
ખરીદી કરનાર પર જ આ અસર નથી, પણ સોના-ચાંદી સાથે જોડાયેલા નાના વેપારીઓ પર રાતોરાત સંકટ ઊભું થયું છે. ઓછા માર્જિન માટે સ્ટોક વેચી શકાય એમ નથી અને ખરીદી માટે વધારે કિમત ચૂકવવી પડે એમ છે. છેલ્લા ચાર દિવસમાં ૨૦૦૦ કરોડથી વધારેનો વ્યાપાર રાતોરાત અટકતા પરિણામ એ સ્પષ્ટ જોઈ શકાય છે કે, માર્કેટમાં એક પ્રકારની મોટી અનિヘતિતા છે. કોઈ પણ કપરા સમયમાં સોનામાં રોકાણને સૌથી સુરક્ષિત માનવામાં આવતું પણ હાલની સ્થિતિએ રોકાણકારો સોનામાં કોઈ રોકાણ કરવા માગતા નથી.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
