તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 19th November 2026
દાદર સ્ટેશનનું નામ બદલી ચૈત્ય ભૂમિ સ્ટેશન કરાશે
વિધાનસભાના શિયાળુ સત્રમાં ઠરાવ કરાશે : જોકે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મંજૂરીની લાંબી પ્રક્રિયા, સ્ટેશન કોડ બદલવો પડશે

મુંબઈ,તા.૧૯: દાદર રેલવે સ્ટેશનનું નામ બદલીને 'ચૈત્યભૂમિ'' કરવામાં આવશે. આ માટેનો પ્રસ્તાવ વિધાનસભાના આગામી શિયાળુ સત્રમાં લાવવામાં આવશે.
રાજ્યસરકારે દરખાસ્તને સૈદ્ધાંતિક, મંજૂરી આપીને કેન્દ્રને પત્ર પણ લખ્યો છે તેમ રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે દેશના કોઈપણ રેલવે સ્ટેશનનું નામ બદલવાની દરખાસ્ત સ્થાનિક રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરી કેન્દ્રને મોકલવામાં આવે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય રેલવે ઉપરાંત સર્વેયર જનરલ સહિતની વિવિધ એજન્સીઓ સાથે મસલત બાદ મંજૂરી આપે છે. આ મંજૂરી મળ્યા બાદ રેલવે દ્વારા એક નોટિફિકેશન પ્રગટ કરી નવું નામ જાહેર કરાય છે. સ્ટેશનનો કોડ, સાઈનેજ વગેરેનો નિર્ણય થાય છે. રેલવેની સમગ્ર ટિકિટિગ સ્ટેશનના સ્ટેશનનું નવું નામ તથા કોડ ઉમેરવામાં આવે છે. સેન્ટ્રલ રેલવે સ્ટેશનની ટિકિટિગ સિસ્ટમમાં દાદર સ્ટેશનનો કોડ ડીઆર છે જ્યારે વેસ્ટર્નમાં તે ડીડીઆર છે. ચૈત્યભૂમિ નામ થયા પછી બંનેમાં આ કોડ બદલાશે.
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
