તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
ડાબરનો મોંઘવારીનો ડોઝઃ હવે કિંમત વધશે અથવા પેકેટમાં માલ ઘટશે!
નાના પેકેટ્સમાં જથ્થો ઘટાડીને મિડલ ક્લાસના બજેટ પર થશે અસર : FMCG જાયન્ટ ડાબરે રિયલ જ્યુસઃ હેર ઓઇલ અને મધના ભાવમાં ૪% સુધીનો વધારો ઝીંક્યો

નવી દિલ્હી તા.૮: જો તમે સવારની શરૂઆત ડાબર ટૂથપેસ્ટથી કરો છો કે ગરમીમાં રિયલ જ્યુસ પીવાના શોખીન છો, તો હવે ખિસ્સું વધુ હળવું કરવા તૈયાર રહેજો. ડાબર ઇન્ડિયાએ તેના ઉત્પાદનોની કિમતમાં ૪% સુધીનો વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. કંપનીનો નફો ૧૫% વધીને રૂા.૩૬૯ કરોડ થયો હોવા છતાં, કાચા માલના વધતા ભાવ અને વૈશ્વિક સંઘર્ષોને કારણે સામાન્ય જનતા પર આ બોજ નાખવામાં આવ્યો છે. આ ફેરફારને કારણે રૂા.૧૦૦ની વસ્તુ હવે રૂા.૧૦૪માં મળશે, જે મધ્યમ વર્ગના માસિક બજેટને સીધી અસર કરશે.
ડાબરે ગ્રાહકોને ઝટકો આપવા માટે એક સ્માર્ટ વ્યૂહરચના અપનાવી છે, જેને માર્કેટિગની ભાષામાં શ્રિકફલેશન કહેવામાં આવે છે. કંપનીએ નક્કી કર્યું છે કે રૂા.૧૦ અને રૂા.૨૦ના નાના પેકેટ્સની કિમત નહીં વધારાય, પરંતુ તેની અંદર રહેલો સામાન (ગ્રામ) ઘટાડી દેવામાં આવશે. એટલે કે, ગ્રાહકને કિમત સમાન લાગશે પણ ખરેખર તેના હાથમાં ઓછો જથ્થો આવશે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં નાના પેકનું વેચાણ વધુ છે, ત્યાં આ ગ્રામ કાપની સીધી અસર જોવા મળશે.
કંપનીના ગ્લોબલ સીઈઓ મોહિત મલ્હોત્રાએ આ ભાવવધારા પાછળનું ઇનસાઇડ સિક્રેટ ખોલતા જણાવ્યું છે કે પヘમિ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને અશાંતિને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ છે. ડાબર હાલમાં તેના પોર્ટફોલિયોમાં અંદાજે ૧૦% ફુગાવાનો સામનો કરી રહી છે. હોમ કેર અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ બનાવવા માટે વપરાતા કાચા માલના ભાવ આસમાને પહોંચતા કંપની પાસે ભાવ વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
