<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

ડી-કંપનીનો મોસ્‍ટ વોન્‍ટેડ ગેંગસ્‍ટર નસીમ દુર્રાની એન્‍કાઉન્‍ટરમાં ઠાર!

સ્‍કૂટી સ્‍લિપ થઈ અને શરૂ થયો ગોળીબારઃ પોલીસે કરેલા વળતા પ્રહારમાં તેને અનેક ગોળીઓ વાગી હતીઃ ઘટનાસ્‍થળેથી તેની બંને પિસ્‍તોલ જપ્ત

બુલંદશહર,તા.૨૦: દિલ્‍હી પોલીસ અને નોઈડા લ્‍વ્‍જ્‍ની સંયુક્‍ત કાર્યવાહીમાં 'ડી-કંપની' સાથે જોડાયેલા કુખ્‍યાત ગેંગસ્‍ટર નસીમ દુર્રાની ઉર્ફે રિઝવાનને ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં એન્‍કાઉન્‍ટરમાં ઠાર મારવામાં આવ્‍યો છે. બંને તરફથી થયેલા ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયેલા નસીમને હોસ્‍પિટલ ખસેડાયા બાદ ડોક્‍ટરોએ મૃત જાહેર કર્યો હતો.

૩૭ વર્ષીય નસીમ દિલ્‍હીના ન્‍યૂ મુસ્‍તફાબાદના રાજીવ ગાંધી નગરનો રહેવાસી હતો અને સોશિયલ મીડિયા પર પોતાનો ખૌફ જમાવી રાખતો હતો. તેણે પોતાના ઈન્‍સ્‍ટાગ્રામ બાયોમાં લખ્‍યું હતું- 'નામ- બદનામ, એડ્રેસ- તિહાડ જેલ, ઉંમર- જીવવાની, કામ- મારવાનું.'

પોલીસના જણાવ્‍યા અનુસાર, સતત ફરાર રહેતા નસીમની સિકંદરા બાયપાસ પાસે હિલચાલની માહિતી મળી હતી. ઘ્‍ઘ્‍વ્‍સ્‍માં તે સ્‍કૂટી પર જતો દેખાયો હતો. જ્‍યારે દિલ્‍હી પોલીસ અને નોઈડા STFની ટીમે તેને પકડવા ઘેરો ઘાલ્‍યો, ત્‍યારે તે પાછળ ફરીને જોતો-જોતો સ્‍કૂટી પુરપાટ ઝડપે ભગાવી રહ્યો હતો. આ દરમિયાન તેની સ્‍કૂટી સ્‍લિપ થઈને પડી ગઈ અને તેણે પોતાની પાસે રહેલી .૩૨ બોરની બે પિસ્‍તોલથી પોલીસ પર ફાયરિગ શરૂ કર્યું. પોલીસે કરેલા વળતા પ્રહારમાં તેને અનેક ગોળીઓ વાગી હતી. ઘટનાસ્‍થળેથી તેની બંને પિસ્‍તોલ જપ્ત કરાઈ છે

(12:11 PM IST)