<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

બંગાળની ખાડીમાં વાવાઝોડાનું જોખમ : ૨૩૦ કિમી પ્રતિ કલાકની ઝડપના પવન સાથે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાને ધમરોળી શકે છે સંભવિત વાવાઝોડું

ગૂગલ ડીપમાઈન્ડના એઆઈ મોડેલ મુજબ ૨૩ થી ૨૪ ઓક્ટોબરે વાવાઝોડું રચાવવાની ૯૮ ટકા શક્યતા : ૨૬ ઓક્ટોબર સુધીમાં અત્યંત ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થવાનું જોખમ (ન્યૂઝફર્સ્ટ)

નવી દિલ્હી (ન્યૂઝફર્સ્ટ) : બંગાળની ખાડીમાં ઉદ્ભવી રહેલી હવામાન પ્રણાલીને કારણે આગામી સપ્તાહે પૂર્વ ભારતના દરિયાકાંઠાના વિસ્તારો પર ગંભીર વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. ગૂગલ ડીપમાઈન્ડના પ્રાયોગિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) મોડેલ દ્વારા આગામી સમયમાં ભારે વાવાઝોડું ત્રાટકવાની ચેતવણી જારી કરવામાં આવી છે.

મોડેલના અંદાજ મુજબ ૨૩ થી ૨૪ ઓક્ટોબર દરમિયાન બંગાળની ખાડીમાં વાવાઝોડું રચાવવાની ૯૮ ટકા સંભાવના છે. આ સિસ્ટમ વધુ તીવ્ર બનીને ૨૬ ઓક્ટોબર સુધીમાં અત્યંત ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવવાની ૮૪ ટકા શક્યતા દર્શાવવામાં આવી છે, જેમાં પવનની મહત્તમ ઝડપ ૨૩૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) ના પૂર્વાનુમાન મુજબ પણ ૨૬ ઓક્ટોબર સુધીમાં ચક્રવાત વિકસિત થવાના સ્પષ્ટ સંકેતો મળ્યા છે. આ સંભવિત સિસ્ટમ ૨૭ ઓક્ટોબરની આસપાસ ઉત્તર આંધ્ર પ્રદેશ અને તેને અડીને આવેલા દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધી શકે છે, જેને લઈને તંત્ર દ્વારા વ્યાપક સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

(4:29 PM IST)