તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 19th November 2026
વાવાઝોડું ‘અકવાન’એ દિશા બદલી :વધુ શક્તિશાળી બની ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધ્યું
નરસાપુરથી પુરી વચ્ચે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે 90થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વાવાઝોડું ત્રાટકશેં :ઓડિશાના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી સાથે રેડ વોર્નિંગ જાહેર

નવી દિલ્હી :બંગાળની ખાડીમાં સર્જાયેલ વાવાઝોડું ‘અકવાન’ હવે દિશા બદલીને ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. અગાઉ વાવાઝોડું આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા હતી, પરંતુ હવામાન વિભાગે તેના ટ્રેકમાં ફેરફાર નોંધ્યો છે. વાવાઝોડું વધુ શક્તિશાળી બની ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાયું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 20 નવેમ્બરે બપોર સુધીમાં નરસાપુરથી પુરી વચ્ચે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે 90થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે. વાવાઝોડાની અસરને પગલે ઓડિશાના અનેક જિલ્લાઓમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી સાથે રેડ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. સાવચેતીના પગલારૂપે અનેક જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
બીજી તરફ, પશ્ચિમ બંગાળમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની શક્યતાને પગલે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
