News of Tuesday, 17th November 2026
બંગાળની ખાડીમાં સર્જાયેલું ‘અકવાન’ ચક્રવાત ગંભીર તોફાનમાં ફેરવાશે
સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જારી: માછીમારો તેમજ નાગરિકોને સાવચેત રહેવા સૂચના

બંગાળની ખાડીમાં આકાર લઈ રહેલું નવું ચક્રવાત હવે વધુ પ્રબળ બની રહ્યું છે, જેને 'અકવાન' (Akwan) નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ચક્રવાત 17 નવેમ્બર સુધીમાં એક ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે, જ્યારે 19 નવેમ્બરની સાંજ સુધીમાં તે વધુ વિકરાળ બનીને અત્યંત ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણ કરી શકે છે. સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને માછીમારો તેમજ નાગરિકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.
(1:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
