<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

બ્રહ્માંડના સૌથી મોટા રહસ્ય પરથી પડદો ઊંચકાયો: અમેરિકાએ જાહેર કરી UFO ની 'ટોપ સિક્રેટ' ફાઇલો, શું ખરેખર એલિયન્સ પૃથ્વી પર આવ્યા હતા?

રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ઐતિહાસિક 'માસ્ટરસ્ટ્રોક': દાયકાઓથી છુપાયેલા રહસ્યો હવે જાહેર જનતા માટે ખુલ્લા, સપ્ટેમ્બર 2023ની એ ભયાનક ઘટનાના પુરાવા જોઈ દુનિયા આખરે ચોંકી ઉઠી

વોશિંગ્ટન : બ્રહ્માંડમાં આપણે એકલા છીએ કે પછી બીજી કોઈ દુનિયા પણ અસ્તિત્વ ધરાવે છે? આ સવાલનો જવાબ હવે દુનિયાની સામે આવી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર દાયકાઓથી 'ટોપ સિક્રેટ' ગણીને લોકરમાં દફન કરી રાખવામાં આવેલી UFO અને એલિયન્સ સાથે જોડાયેલી ફાઇલોને સાર્વજનિક કરવામાં આવી છે. ટ્રમ્પના આ નિર્ણયે માત્ર વૈજ્ઞાનિકો જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. હવે કોઈપણ સામાન્ય નાગરિક સરકારી પોર્ટલ WAR.GOV/UFO પર જઈને આ રહસ્યમય વિડિયો અને મિલિટરી રિપોર્ટ્સ જોઈ શકે છે.
જાહેર કરવામાં આવેલી આ ફાઇલોમાં સૌથી ચોંકાવનારો ખુલાસો સપ્ટેમ્બર ૨૦૨૩ની એક ઘટનાનો છે. રિપોર્ટ અનુસાર, આકાશમાં અચાનક એક અજીબોગરીબ વસ્તુ જોવા મળી હતી, જે આશરે ૧૩૦ થી ૧૯૫ ફૂટ લાંબો 'બ્રોન્ઝ મેટાલિક' રંગનો ઈંડાકાર (Ellipsoid) ઓબ્જેક્ટ હતો. પ્રત્યક્ષદર્શીઓ અને FBI લેબના ગ્રાફિક્સ રિપોર્ટ મુજબ, આ ઓબ્જેક્ટ જે ઝડપે હવામાં વળાંક લેતો હતો અને પલક ઝપકાવતા જ ગાયબ થઈ જતો હતો, તેવી ટેકનોલોજી હાલ પૃથ્વી પરના કોઈપણ માનવ નિર્મિત ફાઈટર જેટ કે મશીન પાસે નથી.
ટ્રમ્પનું માનવું છે કે અગાઉની સરકારોએ જાણી જોઈને આ રહસ્યો જનતાથી છુપાવ્યા હતા, પરંતુ હવે સત્ય જાણવાનો દરેકને અધિકાર છે. આ મિશનમાં વ્હાઇટ હાઉસની સાથે NASA, FBI અને ઇન્ટેલિજન્સ એજન્સી ODNI જેવી મોટી સંસ્થાઓ પણ જોડાયેલી છે. જોકે સરકાર અત્યારે સીધી રીતે 'એલિયન' શબ્દ વાપરવાનું ટાળી રહી છે, પરંતુ ફાઇલોમાં જે ડેટા અને વીડિયો સામે આવ્યા છે, તે સ્પષ્ટપણે બીજી કોઈ દુનિયા તરફ ઈશારો કરી રહ્યા છે.
હજુ પણ આ ફાઇલોનું વિશ્લેષણ ચાલી રહ્યું છે, જેનો અર્થ એ છે કે આવનારા અઠવાડિયામાં વધુ ચોંકાવનારા અને કદાચ થોડા ડરામણા ખુલાસાઓ પણ થઈ શકે છે. બ્રહ્માંડના આ અનંત રહસ્યો જાણવા માટે અત્યારે લાખો લોકો અમેરિકાના આ નવા પોર્ટલ પર ઉમટી પડ્યા છે.

(8:16 PM IST)