તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે શાંતિ વાટાઘાટો માટે ઈરાન અને પાકિસ્તાન વચ્ચે વર્તમાન પરિસ્થિતિ અને અમેરિકાના નવા પ્રસ્તાવ પર ચર્ચા શરૂ: અમેરિકા દ્વારા રજૂ કરાયેલા નવા શાંતિ પ્રસ્તાવો પર સમીક્ષા: અમેરિકા-ઈરાન વચ્ચે બીજા રાઉન્ડની વાટાઘાટો અંગે નિર્ણય લેવાશે

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવાના પ્રયાસરૂપે પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરની આગેવાનીમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ શાંતિ વાટાઘાટો માટે તેહરાન પહોંચ્યું છે.
મધ્ય પૂર્વમાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિ વચ્ચે શાંતિ સ્થાપવા પાકિસ્તાને મધ્યસ્થી તરીકેના પ્રયાસો તેજ કર્યા છે. અમેરિકન પ્રમુખ દ્વારા યુદ્ધ જલ્દી સમાપ્ત થવાની આશા વ્યક્ત કર્યાના એક દિવસ બાદ, પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર અમેરિકાનો વિશેષ સંદેશ લઈને ઈરાનની રાજધાની તેહરાન પહોંચ્યા છે. આજે ૧૬ એપ્રિલે ઈરાની અધિકારીઓ અને પાકિસ્તાની મધ્યસ્થીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક શરૂ થઈ રહી છે. આ બેઠકમાં અમેરિકા દ્વારા રજૂ કરાયેલા નવા શાંતિ પ્રસ્તાવો પર સમીક્ષા કરવામાં આવશે અને અમેરિકા-ઈરાન વચ્ચે બીજા રાઉન્ડની વાટાઘાટો અંગે નિર્ણય લેવામાં આવશે.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ પાકિસ્તાની પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતું. અગાઉ ઇસ્લામાબાદમાં યોજાયેલી વાટાઘાટો કોઈ નક્કર પરિણામ વિના પૂર્ણ થઈ હતી, પરંતુ પાકિસ્તાન દ્વારા રાજદ્વારી ચેનલો સતત ચાલુ રાખવામાં આવી છે.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
