તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Tuesday, 21st April 2026
અજિત પવાર કેસમાં દોષિતોને કડક સજા થવી જોઈએ: સુનેત્રા પવાર
તેમણે જણાવ્યું હતું કે, જનતાની જેમ, તેમને પણ આ અકસ્માત અંગે શંકા અને સવાલો છે,જો તપાસમાં કોઈ ખોટું કામ કે કાવતરું બહાર આવે છે, તો ગુનેગારોને સૌથી કડક સજા મળવી જોઈએ

બારામતી વિધાનસભા પેટાચૂંટણીના છેલ્લા દિવસે યોજાયેલી જાહેર સભામાં સુનેત્રા પવારે કહ્યું, "અજિત પવારના અકસ્માત અંગે તમારી જેવી જ લાગણી છે તેવી જ લાગણી હું પણ શેર કરું છું. તેથી જ મેં નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહને મળી અને આ બાબતે વિનંતી કરી. જો કોઈ દોષિત ઠરે છે, તો તેમને સૌથી કડક સજા થવી જોઈએ."
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવારે બારામતી વિધાનસભા પેટાચૂંટણી માટે પ્રચારના અંતિમ દિવસે, તેમના પતિ અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના મોતને ભેટેલા વિમાન દુર્ઘટના માટે જવાબદારોને કડક સજા આપવાની માંગ કરી.
જાહેર સભાને સંબોધતા, તેમણે જણાવ્યું હતું કે, જનતાની જેમ, તેમને પણ આ અકસ્માત અંગે ઊંડા શંકા અને પ્રશ્નો છે.
તેમણે સ્પષ્ટતા કરી હતી કે જો તપાસમાં કોઈ ખોટું કામ કે કાવતરું બહાર આવે છે, તો ગુનેગારોને સૌથી કડક સજા મળવી જોઈએ. : તેમણે જણાવ્યું હતું કે તેમણે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ સાથે મુલાકાત કરીને આ મામલાની સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસની વિનંતી કરી છે, અને તેમને સંપૂર્ણ ખાતરી મળી છે.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
