News of Monday, 18th May 2026
ક્યુબાએ ઈરાન અને રશિયા પાસેથી ત્રણસોથી વધુ ઘાતક સ્યુસાઈડ ડ્રોન ખરીદ્યા હોવાનો અમેરિકન જાસૂસી અહેવાલ: અમેરિકા સામે સંભવિત યુદ્ધની તૈયારી
ગ્વાન્ટાનામો બે ખાતે આવેલા અમેરિકન લશ્કરી મથક, નૌકાદળના જહાજો અને ફ્લોરિડા કીઝ જેવા મહત્વના વિસ્તારો પર હુમલો કરવા ક્યુબામાં સળવળાટ

એક્સિઓસના ગુપ્તચર અહેવાલ મુજબ, અમેરિકન હુમલાની આશંકા સામે રક્ષણ મેળવવા માટે ક્યુબાએ રશિયા અને ઈરાન પાસેથી ત્રણસો કરતા વધારે લાંબા અંતરના સ્યુસાઈડ ડ્રોન મંગાવ્યા છે.
અમેરિકન ગુપ્તચર સંસ્થાઓના એક વર્ગીકૃત અહેવાલને ટાંકીને એક્સિઓસ અને અન્ય આંતરરાષ્ટ્રીય સમાચાર માધ્યમોએ મોટો દાવો કર્યો છે. આ અહેવાલ મુજબ, ક્યુબા દેશ અમેરિકા સામે સંભવિત યુદ્ધની તૈયારી કરી રહ્યો છે અને તેણે રશિયા તથા ઈરાન પાસેથી ત્રણસો કરતા વધારે લાંબા અંતર સુધી પ્રહાર કરી શકતા અત્યાધુનિક સ્યુસાઈડ ડ્રોન ખરીદ્યા છે.
ક્યુબાના લશ્કરી અધિકારીઓ ગ્વાન્ટાનામો બે ખાતે આવેલા અમેરિકન લશ્કરી મથક, નૌકાદળના જહાજો અને ફ્લોરિડા કીઝ જેવા મહત્વના વિસ્તારો પર હુમલો કરવા અંગે આંતરિક ચર્ચાઓ કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
આ ઘટનાક્રમને પગલે અમેરિકાએ પોતાની સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી છે અને સમગ્ર કેરેબિયન ક્ષેત્રમાં ભયનો માહોલ છવાયો છે.
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
