તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
અમેરિકા દ્વારા ઈરાનની આકરી નાકાબંધીથી ક્રૂડ ઓઈલના ભાવ ૧૦૦ ડોલરને પાર: દુનિયાભરમાં મોટી હલચલ: અર્થતંત્રો ખોરવાઈ જવાની ભીતિ: નાકાબંધી લાંબો સમય ચાલુ રહેશે તો સમગ્ર વિશ્વમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચશે

તહેરાન: ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામની વાટાઘાટો નિષ્ફળ જતાં અમેરિકાએ ઈરાનની તમામ આયાત-નિકાસ પર રોક લગાવી દીધી છે, પરિણામે વૈશ્વિક ઊર્જા બજારમાં ભયંકર કટોકટી સર્જાઈ છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટી આર્થિક અને રાજદ્વારી કટોકટી ઊભી થઈ છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનની મધ્યસ્થી હેઠળ ચાલી રહેલી શાંતિ વાટાઘાટો કોઈ પણ હકારાત્મક નિષ્કર્ષ વિના નિષ્ફળ જતાં અમેરિકાએ અત્યંત કડક પગલાં લીધા છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના સીધા આદેશ મુજબ, યુએસ નેવીએ ઈરાનના તમામ બંદરો અને ખાસ કરીને વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ એવા હોર્મુઝ સ્ટ્રેટ પર આકરી નાકાબંધી શરૂ કરી દીધી છે.
હોર્મુઝ સ્ટ્રેટમાંથી વિશ્વના મોટાભાગના ક્રૂડ ઓઇલ અને અન્ય જરૂરી માલસામાનનું વહન થાય છે. અમેરિકાના આ આક્રમક સૈન્ય પગલાની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડવાની શરૂ થઈ ગઈ છે.
નાકાબંધીના સત્તાવાર સમાચાર આવતા જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં અચાનક ૮ ટકાનો તોતિંગ ઉછાળો આવ્યો છે અને તે બેરલ દીઠ ૧૦૦ ડોલરની સપાટીને આસાનીથી વટાવી ગયો છે. આર્થિક નિષ્ણાતોના મતે, જો આ નાકાબંધી લાંબો સમય ચાલુ રહેશે તો સમગ્ર દુનિયામાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચશે.
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
